ગુજરાત

gujarat

ETV Bharat / state

DPS વિવાદ: હિતેન વસંત અને અનિતા દુઆ હાઈકોર્ટના શરણે, આગોતરા જામીન અરજી દાખલ કરી

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી DPS સ્કુલ પણ વિવાદમાં સપડાઈ છે. શાળા મુદે શિક્ષણ વિભાગમાં રજુ કરાતો NOC બોગસ હોવાથી DPS સ્કુલના ટોચના આધિકારીઓ મંજુલા શ્રોફ, હિતેન વસંત સહિત 3 આરોપીઓના મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન ફગાવતી દેતા મંજુલા શ્રોફ બાદ આ કેસના અન્ય બે આરોપીઓ હિતેન વસંત અને અનિતા દુઆ દ્વારા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Ahmedabad
Ahmedabad

By

Published : Dec 17, 2019, 7:48 PM IST

હાઈકોર્ટે 13મી ડિસેમ્બરના રોજ ત્રણ આરોપીઓ પૈકી મંજુલા શ્રોફની આગોતરા જામીન અરજીને માન્ય રાખી 7મી જાન્યુઆરી સુધી ધરપકડ નહિ કરવાનો પોલીસને આદેશ કર્યો હતો. ત્યારબાદ અન્ય બે આરોપીઓ દ્વારા ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

અગાઉ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આ મુદ્દે પોલીસ દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવામાં આવેલી બોગસ NOC તપાસ માટે મેળવી શકાશે નહિ.

DPS વિવાદ: હિતેન વસંત અને અનિતા દુઆએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી

પોલીસે સોગંદનામામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કુલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજુર કરવામાં ન આવે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ સુધીમાં પોલીસ આરોપીઓની ધરપકડ જ કરી શકે છે.

અગાઉ અરજદારના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસ સોગંદનામું રજુ ન કરે ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે તેવી દાદ સાથે અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખીને અગામી મુદત સુધીમાં ધરપકડમાંથી રાહત આપી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગ્સ NOC મુદે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કુલની માન્યતા રદ્દ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details