ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સો વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ વિશે વધારે વાત કરતાં શિક્ષણ સમિતિના ચેરમેન જણાવે છે કે, થોડા દિવસ પહેલાં મ્યુનિસિપલ કમિશ્નર સાથે બેઠક યોજવામાં આવી હતી અને જેમાં નિર્ણય લેવાયો હતો કે, આઠ જેટલી શાળાઓ હાઇટેક બનશે અને તે અંગે પ્રેઝન્ટેશન પણ અપાયું હતું.
10માંથી 8 હાઇટેક સ્કૂલોને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા મંજૂરી અપાઇ - અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સો વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 હાઇટેક મ્યુનિસિપલ સ્કૂલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારણપુરા, વાસણા, વટવા, નિકોલ, બાપુનગર, અમરાઇવાડી, વસ્ત્રાલ, અસારવા, મણીનગર, લાંભામાં અત્યાધુનિક હાઇટેક શાળા બનાવવાની વાત હતી. ત્યારે દસમાંથી આઠ શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા દ્વારા પરમિશન આપવામાં આવી છે.
દસમાંથી આઠ હાઇટેક સ્કૂલોને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા મંજુરી અપાઇ
મહત્વની વાત એ છે કે, એક શાળા પાછળ 10 કરોડ જેટલો અંદાજિત ખર્ચો છે. જેમાં સ્માર્ટ ક્લાસ રૂમ, જિમ્નેશિયમ, કમ્પ્યુટર લેબ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે.