ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ( Gujarat Assembly Elections ) અમદાવાદના મેયરને ( corporation office bearers ) ધારાસભ્ય ટિકીટ આપવામાં આવશે કે નહીં તે વિચારો. આનો ઇતિહાસ (History of Mayor of Ahmedabad ) અનેરો રહ્યો છે. દર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેટર,પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મેયરો વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે. તેમ છતાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપી હતી અને તેમાં તેઓ વિજયી બન્યા હતાં.
અમદાવાદનો આવો તો કેવો ઇતિહાસઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇતિહાસની (History of Mayor of Ahmedabad )વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભાજપના શાસનમાં અનેક કોર્પોરેટર તરીકેની જવાબદારી સંભાળી છે. જેમાં બીજલ પટેલ, ગૌતમ શાહ, મીનાક્ષીબેન પટેલ, અસિત વોરા, કાનાજી ઠાકોર, અમિત શાહ મેયર ( corporation office bearers ) તરીકેની સત્તા પર રહ્યા છે. પરંતુ મેયર પદ પરથી ઉતરી જતા તેઓ ભાજપના સંગઠનમાં કાર્યરત જોવા મળ્યા છે. પણ ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી તેઓને વિધાનસભાની ટિકીટથી વંચિત રાખવામાં આવ્યા છે.
મેયર તરીકે ફક્ત હિંમતસિંહ પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યાઅમદાવાદના મેયર તરીકે હિંમતસિંહ પટેલ 16 ઓકટોબરથી 13 એપ્રિલ 2002 સુધી રહ્યા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે હિંમતસિંહ પટેલને મેયર ( corporation office bearers ) તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ત્યાર બાદ વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બાપુનગર વિધાનસભાની ટિકીટ આપી હતી જેમાં તેઓએ ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતને હરાવી 2807 મતોથી જીત મેળવી હતી.
શું કહ્યું અમદાવાદના પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે Etv ભારત સાથેની ખાસ વાતચીતમાં હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે ઈશ્વરના આશીર્વાદ રહ્યા છે કે હું અમદાવાદનો મેયર (History of Mayor of Ahmedabad )પણ રહ્યો છું અને હાલમાં બાપુનગર વિધાનસભાનો ધારાસભ્ય પણ છું. અનેક ઐતિહાસિક નિર્ણય લીધા જેમાં સાબરમતી રિવરફ્રન્ટની પણ કામગીરી સંભાળી હતી. જ્યારે હું મેયર( corporation office bearers ) હતો ત્યારે મેયર બંગલાનો ઉપયોગ કર્યો જ નથી. હું મારા નિવાસસ્થાને રહ્યો હતો. જ્યારે મેયર બંગલામાં મુખ્યમંત્રી નિવાસસ્થાન જેવી જ સુવિધાઓ આપવામાં આવે છે. તેમ છતાં પણ હું મારા વિસ્તારમાં જ મારા ઘરે જ રહેતો હતો. વર્ષ 2017માં મને વિધાનસભાની ટિકિટ મળી અને તેમાં પણ મારો વિજય થયો. જે લોકવાયકા છે કે અમદાવાદનો મેયર ધારાસભ્ય બની શકતો નથી તે મેં તોડી છે.
સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટ તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતાં. ત્યાર બાદ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નવા માળખામાં તેઓને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ભાજપ પક્ષે ( corporation office bearers ) નિમણુંક કરી હતી. ત્યારે બાદ ભૂપેન્દ્ર પટેલ સતત 5 વર્ષ સુધી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે રહ્યા હતાં. ત્યારબાદ વર્ષ 2015 થી 2017 સુધી AUDA ના ચેરમેન તરીકે સત્તામાં (History of Mayor of Ahmedabad ) રહ્યા છે. ઉપરાંત જ્યારે તેઓ સત્તામાં હતાં ત્યારે જ મોડી રાત્રે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેડવાર તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. તેઓ 1,17,750 મતથી ઘાટલોડિયા બેઠક પર જીત્યા હતાં. જ્યારે 11 સપ્ટેમ્બર 2021 ના દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ભાજપની બેઠકમાં ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની 12 સપ્ટેમ્બર 2021 ના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.