અમદાવાદઃ આ તળાવ બાંધવાની શરૂઆત ચાલુકયોના સમયથી થઈ હોવાની લોકવાયકા છે. જેને પૂર્ણ 1451માં સુલતાન કુતુબુદ્દીન અહમદશાહે કરાવ્યું હતું. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આ તળાવનો ફેલાવો 72 એકર જેટલો છે. તેની લંબાઈ અને પહોળાઈ આશરે 560 મીટર જેટલી છે. તળાવની ઊંડાઇ 20 ફૂટ જેટલી છે. જ્યારે આ તળાવનું નિર્માણ થતું હતું, ત્યારે તેમાંથી કાંકરાઓ બહાર નીકળ્યા હોવાથી તેનું નામ કાંકરીયા તળાવ પડયું.
હેરિટેજ સીટી અમદાવાદનું ઐતિહાસિક કાંકરિયા તળાવ.... - History of Kankaria Lake
ગુજરાત તેની અલગ કલા-સંસ્કૃતિ રહેણીકરણી અને સ્થાપત્ય માટે જાણીતું છે. તેમાં પણ અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ઘણા એવા સ્થાપત્યો આવેલા છે જે સલ્તનત કાલીન, મુઘલકાલીન તેમજ અંગ્રેજોના સમયમાં બનેલા છે. આ સ્થાપત્યોમાં સૌથી પ્રખ્યાત એટલે સલ્તનત કાળનું કાંકરિયા તળાવ.
kankaria
અમદાવાદીઓ તેમજ અમદાવાદમાં આવતા દેશ-વિદેશના પર્યટકો માટે કાકરિયા હંમેશા માનીતું સ્થળ રહ્યું છે. આજ કાંકરિયાની ડિઝાઇન ઉપરથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાનો લોગો તૈયાર કર્યો છે. કાંકરિયા તળાવના મધ્યમાં નગીનાવાડી નામનો એક નાનો બગીચો આવેલો છે. ઉનાળાના સમય દરમિયાન ગુજરાતના સુલતાન અને તેમની બેગમ આ બગીચામાં પોતાનો સમય પસાર કરતા હતા.