અમદાવાદઃસાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે કોર્ટ મિત્રએ કરેલા સોગંદનામામાં ચોકાવનારી વિગતો સામે આવી છે. સાબરમતી નદીનું હજુ પણ ખાનગી સોસાયટીઓનું ગંદુ પાણી નદીમાં ઠલવાતું હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ સોગંદનામાં એ પણ માહિતી મુકવામા આવી છે કે, MEGA દ્વારા 7 થી વધુ ગેરકાયદે કનેક્શનની માહિતી GPCB અને AMC ને આપવામાં આવી છે. AMC અને GPCB ની સંયુક્ત કામગીરીમાં 500 ગેરકાયદે કનેક્શન મળ્યા હોવાનો સ્વીકાર કોર્ટમાં કરવામાં આવ્યો હતો.
મોટો ખુલાસોઃઆ સાથે જ STP પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલા પાણી મુદ્દે પણ મહત્વનો ખુલાસો થયો છે.14 STP પ્લાન્ટ માંથી ટ્રીટ કરાયેલ પાણીના 50% નમૂના ફેલ થયા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા STP પ્લાન્ટમાં ઓચિંતી મુલાકાત લેતા આ તમામ આવી હકીકતો સામે આવી હતી. વિંઝોલમાં રૂપિયા103 કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા STP પ્લાન્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જ્યાં જરૂરી સ્ટાન્ડર્ડ મુજબ કામ ન થયું હોવાથી AMCએ કોન્ટ્રાકટરને ફટકાર્યો 5.71 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કરોડોનો દંડઃમહત્વનું છે કે, દૂષિત પાણીના ઈન ફ્લો અને આઉટ ફલો પેરામીટર ન જાળવવા બદલ ઓપરેટરને 1.25 કરોડનો દંડ ફટકારાયો છે. જરૂરી માણસો રાખી યોગ્ય દેખરેખ ન રાખવા બદલ ઓપરેટરને 44.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનરે તમામ STP પ્લાન્ટને હાજર કર્મીઓની હાજરીનું રજીસ્ટર સહિત તમામ જરૂરી ડેટાની વિગતો તૈયાર કરવા સુચના આપી હતી. આ સૂચના આપ્યા બાદ કોર્પોરેશન કમિશનરે પીરાણા પ્લાન્ટની કરી ઓચિંતી મુલાકાત કરી હતી.