અમદાવાદ:ગીર સોમનાથ જિલ્લાનામાંથી પસાર થતી હીરણ નદીના પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટે તાલાલા નગરપાલિકાને ટકોર કરતા જણાવ્યું હતું કે ગંદકી અને પ્રદૂષણ મુદ્દે પ્રજાને કોઈપણ રીતે ભોગ બનવી ન જોઈએ.
હાઇકોર્ટે કરી ટકોર:ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી હીરણ નદીના પ્રદૂષણ મુદ્દે ગત સુનાવણીમાં તાલાલા નગરપાલિકાએ જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે તાલાલા નગરપાલિકાનું પીજીવીસીએલમાં લગભગ 7.89 કરોડનું વિજબીલ બાકી હોવાથી એસટીપી પ્લાન્ટ બંધ છે અને એ એસટીપી પ્લાન્ટ બંધ હોવાના કારણે પ્રદૂષિત પાણી સીધું નદીમાં ઠલવાય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પીજીવીસીએલને તાલાલા નગરપાલિકાને એસટીપી પ્લાન્ટ ચાલુ થાય તે માટે વીજ જોડાણ આપવા નિર્દેશ આપ્યા છે. આ સાથે જ તાલાળા નગરપાલિકાને પણ તાકીદ કરે છે કે આ પ્લાન્ટનું વહેલામાં વહેલી તકે મરામત કરાવીને કામ પૂર્ણ કરો.
માર્મીક ટકોર: આ સાથે જ સમગ્ર મામલે હાઇકોર્ટે સરકારને પણ કહ્યું હતું કે જો તાલાલા નગરપાલિકા બાકીની રકમ ના ભરે તો તેની સામે કાયદા અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવે. આ સાથે જ ટકોર કરતા કહ્યું હતું કે ગંદકી અને પ્રદૂષણના મુદ્દે જાહેર જનતા કોઈપણ પ્રકારનો ભોગ બનવી ના જોઈએ. સત્તાવાળાઓએ પહેલા સામાન્ય જનતાનો પણ વિચાર કરવો જોઈએ કોઈપણ ભોગે જનતાને સહન કરવાનું થાય તેવો મુદ્દો ના બનવું જોઈએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે આ બાબતે પગલાં લેવામાં આવે. આ સમગ્ર મામલે વધુ સુનવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ નગરપાલિકાને બીજા વધુ પણ આદેશ આપી શકે છે.
શું છે સમગ્ર કેસ?:આ સમગ્ર કેસોની વિગતો જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના પસાર થતી હિરણ નદીમાં તાલાલા નગરપાલિકા દ્વારા જ કેટલાક વર્ષોથી પ્રદૂષિત પાણી મંજૂરી વિના છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હિરણ નદીનું પાણી ખૂબ જ દુષિત બની ગયું છે. આ નદીનું પાણી એશિયાટિક સિંહ પણ પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે.
અરજીમાં ઉલ્લેખ:હીરણ નદીનું પાણી ખૂબ જ ચિંતાજનક અને ભયજનક રીતે પ્રદૂષિત થતા લોકોમાં તેમજ પર્યાવરણમાં પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રદૂષિત પાણીના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
- Bhavnagar News: રાશનકાર્ડ કૌભાંડ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિત ભાવનગર કલેકટર તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી
- Ahmedabad News: અમદાવાદ જગન્નાથ મંદિરની કરોડોની ગૌચર જમીનનો વિવાદ હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો