ગુજરાત

gujarat

ETV Bharat / state

હિન્દુત્વવાદી ભાજપ સામે હિંદુત્વવાદી પક્ષ ઉભો થાય તો જ તે તેનો વિકલ્પ બને :  ડી.જી વણઝારા - Hindutvaist party

પૂર્વ વિવાદાસ્પદ IPS (Former controversial IPS) ડી.જી.વણઝારા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા પોતાના પક્ષની રચના કરીને ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયાર 8 દર્શાવી છે. જેના પગલે આજે ડી.જી.વણઝારા પ્રજા વિજય પક્ષની ( Hindutvaist BJP) ઘોષણા કરવામાં આવી હતી. જે 2022 વિધાનસભાની ચૂંટણીમાં 182 વિધાનસભા બેઠક પડવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

હિન્દુત્વવાદી ભાજપ સામે હિંદુત્વવાદી પક્ષ ઉભો થાય તો જ તે તેનો વિકલ્પ બને, ડી.જી વણઝારા
હિન્દુત્વવાદી ભાજપ સામે હિંદુત્વવાદી પક્ષ ઉભો થાય તો જ તે તેનો વિકલ્પ બને, ડી.જી વણઝારા

By

Published : Nov 8, 2022, 4:21 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષ એક તરફી શાસન જોવા મળી રહ્યું છે. ભાજપની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ વખતે વિધાનસભાની ચૂંટણી ભાજપ સામે મજબૂતી લડી રહી છે. ત્યારે પૂર્વ IPS ડી.જી. વણઝારા દ્વારા વધુ એક હિંદુત્વ વાદી પ્રજા વિજય પક્ષની (Hindutva Vadi Praja Vijay Party) રચના કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 વિધાનસભા બેઠક પર લડવાની વિચાર કરવામાં આવી રહ્યો છે.

પ્રજા વિજય પક્ષની રચના કરી ચેમજે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 વિધાનસભા બેઠક પર લડવાની વિચાર કરવામાં આવી રહ્યો છે.

સતત એક પક્ષનું શાસન ના હોવું જોઈએ પ્રજા વિજય પક્ષની સ્થાપના કરનાર (Founder of Praja Vijaya Paksha) ડી.જી. વણઝારા જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયા પછી અને 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી પહેલા કોંગ્રેસે 35 વર્ષ સુધી શાસન કર્યું હતું. હવે ભાજપ પણ 20 વર્ષથી એક પક્ષીય પ્રભાવ જોવા મળી રહ્યો છે. સતત લાંબા સમયથી એક પક્ષ પ્રભાવ કોઈપણ પક્ષનો હોય તો તેનાથી એક પક્ષીય ઈજારાશાહી ચાલુ થાય છે. જેથી ભ્રષ્ટાચાર ચાલુ થાય છે તેમજ વહીવટી બિન કાર્યક્ષમતા તેમજ જો હુકમી, ભ્રષ્ટાચાર અને દુરાચારની જનની છે. જેનાથી રાજકારણ ફક્ત સત્તા અને સંપત્તિનો ખેલ બની જાય છે.

ભાજપ સામે કોઈ પક્ષ ટક્યો નથીવધુમાં જણાવ્યું હતું કે દેશમાં અને રાજ્યમાં એવી પરિસ્થિતિ છે કે હવે હિન્દુત્વવાદી ભાજપ સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અન્ય સ્થાનિક પક્ષો ટકી શકે તેમ નથી. હિન્દુત્વવાદી ભાજપ (Hindutvaist BJP) સામે તેનાથી પણ મજબૂત હિંદુત્વવાદી પક્ષ (Hindutvaist party) ઉભો થાય તો જ તે તેનો વિકલ્પ બની શકે છે. જે કામ પ્રજા વિજય પક્ષ તૈયાર કરવામાં આવ્યો છે. હવે તે દર પાંચ વર્ષે ગુજરાતમાં સરકારો બદલાશે અને તે બદલાવ ભાજપ અને પ્રજા વિજય પક્ષ વચ્ચે જ થશે.

રાજ્યમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં લોકોને વધારે સારા વહીવટની જરૂર છે. સમાજનો ઘણો મોટો વર્ગ ગરીબી અને બેરોજગારીના ભરડામાં ફસાયેલો છે. શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં સામાન્ય વર્ગની હાલત અત્યંત ખરાબ છે. ખેતીવાડી વેપાર અને ઉદ્યોગોમાં પણ વાતો વધારે અને કામ ઓછું છે. ભ્રષ્ટાચાર તેની પરાકાષ્ઠાએ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે. ગુંડાઓ અને ગુનેગારોને કોઈની બીક નથી. જ્યારે કાયદાનું પાલન કરીને જીવનારા લોકો ભયના નીચે જીવી રહ્યા છે. રાજ્યમાં ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેના કારણે વધુ એક હિંદુત્વવાદી પક્ષની રચના કરવામાં આવી છે.

182 વિધાનસભા ચૂંટણી લડવાનો વિચાર પ્રજા વિજય પક્ષ 182 વિધાનસભા ક્ષેત્રોમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જ્યાં શક્ય બને ત્યાં મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. ચૂંટણીઓ પછી સત્તા હાંસલ કરી કાર્યદક્ષ, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરી છેવાડાના નાનામાં નાના માણસોનું કલ્યાણ થાય તેવી મજબૂત સરકાર આપવામાં આવશે. ટૂંકમાં પ્રજા વિજય પક્ષ ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારનો સફાયો કરી નિર્ભય પ્રજા રાજની સ્થાપના કરવા માટે મેદાનમાં ઉતર્યો છે. પ્રજા વિજય પક્ષ એ પ્રજાનો પોતાનો એકમાત્ર પક્ષ છે. જે ગુજરાત અને દેશમાં લોકશાહીના મૂલ્યોનું જતન કરી લોકોને નિર્ભય બનાવી ગુજરાતને અભૂતપૂર્વ પ્રગતિના પંથે આગળ ધપાવશે.

ABOUT THE AUTHOR

...view details