અમદાવાદ ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 )માટે ઇલેક્ટોરલ રોલ સામે આવી ચૂક્યો છે. ત્યારે મતદાર સમૂહો વિશે નવી નવી જાણકારીઓ પણ સામે આવી રહી છે. પાકિસ્તાનથી ભારત આવેલા નાગરિકો કે જેમણે ભારતીય નાગરિકત્વ મેળવ્યું હોય તેવા નાગરિકો ગુજરાતમાં પણ વસે છે. ત્યારે ગુજરાતમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર વખત મતદાન (Hindus from Pakistan to vote First time ) કરશે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1032 પાકિસ્તાની નાગરિકો ભારતીય બન્યાં છે.
આ મતદારોનું મતદાન કોને ફળશેગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ઓગસ્ટમાં 40 પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું હતું. ભારતીય સીટીઝન સર્ટિફિકેટ આપતાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ત્યારે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા 23 ડિસેમ્બર 2016 અને 23 ઓકટબર 2018ના પરિપત્ર મુજબ દેશના તમામ કલેકટરને બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં જે હિન્દુ, પારસી, શીખ લોકો અનેક પીડાઓથી પીડાય છે. તે લોકોને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય (India Decision to Grant Citizenship) કરવામાં આવ્યો છે. આ કામમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. તે આપણા માટે ગૌરવની વાત છે. તેઓને સરકારી લાભ આપવા કલેકટરને આદેશ સાથે સંઘવીએ જણાવ્યું હતું કે આ તમામ લોકોને જે પણ ભારત સરકાર અને ગુજરાત સરકારના લાભો ટૂંક સમયમાં આપવામાં આવશે. તેમને પણ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યપ્રધાન આવાસ યોજના, આયુષ્યમાં કાર્ડ જેવી સરકારી યોજનાના લાભ મળશે. ત્યારે તેમના સહિત છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય નાગરિકતા મેળવી છે તેવા 1032 પાકિસ્તાની હિન્દુ (Hindus from Pakistan to vote First time ) આવતી પહેલી અને પાંચમી ડીસેમ્બરે મતદાન કરવાના છે. ગુજરાત ચૂંટણી માટે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ છે ત્યારે ભાજપની સરકાર પાસેથી ભારતીય નાગરિકત્વ મેળવનારા પાકિસ્તાની હિન્દુઓનું મતદાન તેમના તરફી રહે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે.
મતદાન પર અસરગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માં 2022માં પહેલીવાર 1032 જેટલા પાકિસ્તાન બોર્ન હિન્દુઓ મતદાન કરવાના છે. આપને જણાવીએ કે છેલ્લાં પાંચ વર્ષમાં હજારો પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા મેળવી ચૂક્યાં છે. તેમના મતો (Hindus from Pakistan to vote First time ) ગુજરાતના ચૂંટણી પરિણામો પર શું અસર થઇ શકે તેની રાજકીય પંડિતોમાં ચર્ચા જાગી છે. એક જાણકારી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર અને ભૂજ કલેક્ટર કચેરીએ 2016 થી પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા 1032 હિંદુઓને ભારતીય નાગરિકતા પ્રમાણિત કરી છે. જેમાં હિન્દુઓ ઉપરાંત શીખ,ક્રિશ્ચિયન અને પારસીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં લઘુમતી હોવાના કારણે હિન્દુઓને વારંવાર અત્યાચારનો સામનો કરવો પડે છે અને ઘણા ભારતમાં આશ્રય મેળવવા માટે આવતાં હોય છે.