- ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી
- વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં 'હિંડોળા' ઉત્સવ શરૂ
- રાધા કૃષ્ણની લીલાઓનું પ્રતીક હિંડોળા ઉત્સવ
અમદાવાદ : હિંડોળા ઉત્સવએ રાધા કૃષ્ણની વર્ષાઋતુમાં લીલા ઉપર આધારિત ઉત્સવ છે. જે કૃષ્ણ ભક્તોના મનને શાંતિ આપનાર અને મોહી લેનાર છે. વળી શ્રાવણ માસમાં જ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આજ માસમાં ભક્તિમાર્ગની વૈષ્ણવ પરંપરાનો પ્રારંભ થયો હતો. ભગવાને ગોવર્ધન લીલા પણ આ જ સમયમાં કરી હતી. વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ત્યારે ભગવાનને પણ પ્રકૃતિ સંદર્ભના હિંડોળામાં ઝૂલાવવામાં આવે છે.
આ પણ વાંચો : HINDOLA UTSAV: યાત્રાધામ ડાકોર ખાતે હિંડોળા ઉત્સવનો પ્રારંભ
હિંડોળાના જુદા-જુદા ભાગની મનુષ્યની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે તુલના
સંપૂર્ણ મહિનો વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન હોય છે. જેમ મોરપીંછ હિંડોળા, સપ્તરંગ હિંડોળા, ફુલ હિંડોળા, ફળ હિંડોળા, શ્રાવણ-ભાદરવો હિંડોળા, ચાંદી હિંડોળા, ડ્રાયફ્રુટ હિંડોળા વગેરે હિંડોળાનો સમાવેશ થાય છે. જ્ઞાનીઓ હિંડોળાના જુદા-જુદા ભાગની મનુષ્યની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે તુલના કરે છે. શ્રાવણ માસમાં મનને અને ઈન્દ્રિયોને વશ કરીને ઇશ્વર આરાધના કરવાનો યોગ્ય સમય માનવામાં આવે છે.