અમદાવાદઃ જિલ્લાના ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિરમાં હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનમાં લીલાઓ કરતા હતા. તે લીલાઓની યાદમાં હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે.
.ભગવાનને છપ્પન ભોગ ધરાવાશે અને ઓનલાઇન પ્રાર્થના ભક્તો કરી શકશે ભગવાન કૃષ્ણ પોતાની સંગીની રાધા અને ગોપીઓ સાથે રાસલીલા રચતા હતા. જેમાં લલિતા અને વિશાખા નામે મુખ્ય ગોપીઓ હતી. આ આયોજનમાં સંગીત, ભજન અને ભગવાનને ભોજન કરાવવાનો રિવાજ છે. દરરોજ સાંજે મંદિરમાં હિંડોળા ઉત્સવ ઊજવવામાં આવે છે.
હરેકૃષ્ણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ યોજાયો ઉલ્લેખનીય છે કે, આ વર્ષે હરેકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાશે, પરંતુ કોરોના વાઇરસના કારણે તેમાં કોઈ પણ ભક્તને પ્રવેશ મળશે નહીં. ફક્ત ઓનલાઇન આયોજન જ કરવામાં આવશે. ભગવાનને છપ્પન ભોગ ધરાવાશે અને ઓનલાઇન પ્રાર્થના ભક્તો કરી શકશે.
રામ મંદિર પર બોલતા હરેકૃષ્ણ મંદિરના મહંતે જણાવ્યું હતું કે, રામ મંદિર બનશે તે યોગ્ય જ છે. કારણ કે, આ મંદિર ભગવાન રામની જન્મભૂમિ છે અને તે લોકોમાં સતત ભગવાન રામના સંસ્કાર સિંચનની પ્રેરણા આપતું રહેશે.