આ કેસની વિગત એવી છેે કે, સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવે મહિલાનું મૃત્યુ થયું હોવા અંગેના સમાચારને આધારે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો રિટમાં આજે અમીકસક્યુરી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, નેશનલ એક્રિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ દ્વારા એક માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર હોસ્પિટલમાં જેટલા બેડ હોય તેના 20 ટકા બેડ પર વેન્ટીલેટરની વ્યવસ્થા હોવી જોઇએ. તેમજ 10 ટકા વેન્ટીલેર સ્પેરમાં હોવા જોઇએ. જોકે સિવિલ હોસ્પિટલના આંકડા પ્રમાણે જ તેમની પાસે માત્ર 163 જેટલા વેન્ટીલેટર છે. આ સંજોગોમાં જરૂરીયાત કરતા ઓછા વેન્ટીલેટર છે.
સિવિલ હોસ્પિટલમાં સુવિધા બાબતે હાઇકોર્ટ સરકાર પાસે માંગ્યો જવાબ - Highcourte
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં નેશનલ એક્રીડીટેશન બોર્ડ ફોર હોસ્પિટલના (એનએબીએચ) ધારાધોરણ કરતા ઓછી માત્રામાં વેન્ટીલેટર હોવાની રજૂઆત કોર્ટમિત્ર (અમીક્સક્યુરી) દ્વારા હાઇકોર્ટમાં કરી છે. જે ધ્યાને લઇ કોર્ટે સરકારને આ બાબતે સુધારો કરવા માટે તેઓ શું કરવા ઇચ્છે છે તેની સ્પષ્ટતા માગી હતી.
Highcourte
આ ઉપરાંત દિલ્હી હાઇકોર્ટના એક ચુકાદાને પણ ટાંકીને કોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ હતીકે, 10 ટકા વેન્ટીલેટર સ્પેરમાં હોવા જોઇએ તેવી સ્પષ્ટ ગાઇડલાઇન પણ તે ચુકાદામાં આપવામાં આવી છે. આ બાબતે સરકાર શું કરવા ઇચ્છે છે તે અંગે જવાબ રજુ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. સાથે કેસની વધુ સુનાવણી આગામી દિવસો પર મુલત્વી રાખી છે.