ગુજરાત

gujarat

ETV Bharat / state

રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી - STRAY CATTLE PROBLEM

હાઇકોર્ટમાં આજે જે સુનવણી હાથ ધરાઈ હતી તેમાં હાઇકોર્ટ એડવોકેટ એસોસિયન્સ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે,(STRAY CATTLE PROBLEM) રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિના જે મૃત્યુ નીપજ્યું હતું તેની જાણ કોર્ટમાં કરવામાં આવી હતી.

રખડતા ઢોરના ત્રાસ અંગે હાઇકોર્ટ લાલઘુમ, સરકારને જવાબ આપવા આદેશ
રખડતા ઢોરના ત્રાસ અંગે હાઇકોર્ટ લાલઘુમ, સરકારને જવાબ આપવા આદેશ

By

Published : Oct 3, 2022, 4:24 PM IST

Updated : Oct 3, 2022, 9:39 PM IST

અમદાવાદઃગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના ત્રાસ ને લઈને વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેને લઈને આજે ચીફ જસ્ટીસે સરકારને ખૂબ જ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, આટલા આદેશ અને હુકમ કરવા છતાં પણ સરકાર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી?(STRAY CATTLE PROBLEM) આ મામલે ચીફ જસ્ટિસની ખંડપીઠ નોંધ્યું છે કે, બી પટેલ નામના 33 વર્ષનું મોત રખડતા ઢોરના ત્રાસના કારણે થયું છે. આ વ્યક્તિ જ્યારે ઝેરોક્ષ કઢાવવા માટે નીકળ્યો હતો ત્યારે રખડતા ઢોરે એને અડફેટે લીધો હતો.

સરકારને ગુરુવાર સુધીનો સમયઃહાઇકોર્ટ એડવોકેટ એસોસિયન્સ તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્પોરેશન તેમજ પશુપાલકોની જે જવાબદારી નક્કી કરવામાં આવી છે, તે મુજબ આવા સંજોગોમાં વળતર ચૂકવવાની માંગણી પણ એક વખત ફરીથી હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ સમગ્ર મામલે બીજી બાજુ સરકારી વકીલ મનીષ શાહ કોઈ અંગત કારણોસર કોર્ટ સમક્ષ ઉપસ્થિત ન થતાં આ સુનવણી અંગે વધુ મુદતની હાઇકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી.(HIGHCOURT IS ANGRY ON government) આ સાથે જ ચીફ જસ્ટિસ સરકારને ગુરુવાર સુધીનો સમય આપ્યો છે અને ગુરુવાર સુધીમાં સમગ્ર જવાબ સાથે તૈયાર રહેવાનું પણ હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ હાઇકોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આગામી મુદત સુધીમાં સરકારે પોતાના તમામ જવાબો સાથે હાજર રહેવુ.

સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવશેઃ મહત્વનું છે કે ગત સુનાવણીમાં હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે રખડતા ઢોરના ત્રાસને અલાયદો નંબર જાહેર કરવામાં આવશે. એની સાથે જ રખડતા ઢોરના હોટસ્પોટ પર સીસીટીવી ઇન્સ્ટોલ પણ કરવામાં આવશે. જોકે હાઇકોર્ટનું આ બધે મહત્વનું અવલોકન હતું કે સરકારની કાર્યવાહી અંગે કોઈ ઠોસ કામગીરી દેખાતી નથી. રાજ્ય સરકાર પોતાનો જવાબ આજે રજૂ કરવાની હતી, પરંતુ મુખ્ય સરકારી વકીલ મનીષા શાહ હાજર ન રહેતા આજે રખડતા ઢોર અંગે વધુ સુનાવણી મુલતવી રહી છે. આ અંગે વધુ સુનાવણી ગુરૂવારના રોજ હાથ ધરવામાં આવશે.

Last Updated : Oct 3, 2022, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details