ગુજરાત

gujarat

ETV Bharat / state

હત્યાના કેસમાં નીચલી કોર્ટે નિર્દોષ છોડેલા આરોપીને હાઈકોર્ટે 25 વર્ષે આજીવન કેદની સજા ફટકારી - Etvbharat

અમદાવાદઃ વર્ષ 1994માં ભાવનગર સેશન કોર્ટ દ્વારા હત્યાના કેસમાં નિર્દોષ છુટેલા આરોપી મનસુખ કોલીને ગુજરાત હાઇકોર્ટે 25 વર્ષ બાદ આજીવન કેદની સજા ફટકારી છે. ભાવનગર જિલ્લાના ગામમાં આરોપી મનસુખ કોલીએ 10 વર્ષની રસીલા નામની બાળકીની તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી.

Ahmedabd

By

Published : Jul 3, 2019, 9:24 PM IST

હત્યાના એક દિવસ પહેલા આરોપીએ રસીલાને ધમકી આપી હતી, જે મુદ્દે મૃતકે માતા અને બહેનને જાણ કરી હતી. ભાવનગર સેશન્સ કોર્ટે રસીલાની બહેન ચકુને બાળ- સાક્ષી અને માતા નિવેદન વારંવાર બદલાતા હોવાથી આરોપીને નિર્દોષ છોડી મુક્યો હતો. પોલીસ દ્વારા પંચનામામાં રજૂ કરાયેલા સાક્ષીઓ ફરી જતા આરોપી નિર્દોષ છૂટી ગયો હતો.

ભાવનગર સેશન્સ કોર્ટના ચુકાદાને સરકાર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ૨૪ વર્ષ બાદ અપીલની સુનાવણી જસ્ટિસ એસ.દવે સમક્ષ કરવામાં આવી હતી. જેમાં ટ્રાયલ કોર્ટે ચુકાદામાં ભૂલ કરી હતી અને મૃતક રસીલાની બેન ચકુના નિવેદનને કેસમાંથી દૂર રાખી શકાય નહીં તેવું અવલોકન કર્યો હતો.

હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, મૃતક રસીલાએ હત્યાના એક દિવસ પહેલા બેન ચકુ અને માતાને આરોપી વિશે વાત કરી હતી. તેને ડાઇંગ ડેક્લેરેશન માની શકાય. મૃતકની માતાના નિવેદનમાં ફેરફાર મુદ્દે હાઈકોર્ટે કહ્યું હતું કે જો નિવેદનમાં થોડોક ફેરફાર હોય તો એનો અર્થ એ થતો નથી કે તેને ન માની શકાય.

ABOUT THE AUTHOR

...view details