SSRDમાંથી અરજી પરત ખેંચનાર મૂળ અરજદારના પાડોશીએ હર્ષિલ શાહે હાઈકોર્ટમાં વેંચાણ કરાર મુદે વાંધો વ્યકત કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જસ્ટીસ ભાર્ગવ કારીયાએ રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
વડોદરા અશાંતધારા મુદે વેંચાણ કરાર કરનાર બંને પક્ષને હાઈકોર્ટથી રાહત મળી - High Courtnews
અમદાવાદ: વડોદરા શહરેના વાસણા તંડલજા રોડ પાસે આવેલી કેટલીક સોસાયટીમાં અશાંતધારો લાગુ પડે છે. જેથી મકાન માલિક ગોરડિયાએ અને ફઝલાની પરિવાર વચ્ચે થયેલા વેચાણ કરાર સામે રેવન્યુ સેક્રેટરી સમક્ષ દાખલ કરેલી અરજી પરત ખેંચતા અને હાઈકોર્ટે વડોદરાના કલેક્ટરની SSRD સમક્ષ પેન્ડિંગ અરજી રદ કરતા મકાન ખરીદનાર અને વેચનાર વચ્ચનો કરાર કાયદાકીય રીતે સ્થાપિત થતો દેખાય છે.
આ મામલે 10મી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે. કલેક્ટરના જે આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે. કલેક્ટરે આપેલા આદેશને SSRD સમક્ષ પડકાર્યો હતો. જેને આજે હાઈકોર્ટ દ્વારા રદ જાહેર કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વડોદરાના તંડલજા રોડ પર આવેલી સોસાયટીમાં અંશાતધારો લાગુ પડતો હોવાથી મિલક્ત ખરીદનાર અને વેંચનાર બંને પક્ષે જીલ્લા કલેક્ટર પાસેથી મંજૂરી લઈ સર્વસંમતિ અને સ્વેચ્છાએ કરાર કર્યો હતો. જેને કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જો કે, પાછળથી મકાન ખરીદનાર અરજદારના પાડોશી સહિત સ્થાનિક લોકોએ વાંધો વ્યકત કરતા કલેક્ટર દ્વારા પોતાનો જ આદેશ રદ કરવામાં આવ્યો હતો અને વેંચાણ કરારને લઈને પાડોશી અને કલેક્ટરે રેવન્યુ સેક્રેટરી સમક્ષ અરજી દાખલ કરી હતી. જેને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.