હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં ડ્રાફ્ટ એમેનડમેન્ટ મારફતે જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ અને સભ્યપદ માટે 4 જાન્યુઆરીના રોજ જાહેર કરેલી ભરતીની લાયકાત નિયમ મુજબ ન હોવાની દલીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ દલીલને માન્ય રાખતા સરકારને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.
ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની ભરતી મુદ્દે HC એ સરકારને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા આપ્યો આદેશ - હાઇકોર્ટ ન્યૂઝ
અમદાવાદ: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં ખાલી પડેલી અધ્યક્ષ અને સભ્યપદ માટે જાહેર કરાયેલી ભરતી મુદ્દે રિયલ એસ્ટેટ એકટ 2016ના ધારા-ધોરણ પ્રમાણે ન થઇ હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે સોમવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રી ખંડપીઠે સરકારને આ મુદ્દે બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાત
ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યપદ માટે જાહેરાત આપવામાં આવી છે. જેમાં રિયલ એસ્ટેટ એકટ 2016ની કલમ 45ને અનુસરીને આપવામાં આવી છે. જ્યારે નિયમ પ્રમાણે કલમ 46 મુજબ ભરતી થવી જોઈએ. ભરતીની જાહેરાતમાં ભૂલને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.
રિયલ એસ્ટેટ 2016ની કલમ 46 પ્રમાણે રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ પદ માટે હાઇકોર્ટના જજ, જયુડિશિયલ સભ્ય તરીકે 15 વર્ષનો અનુભવ સહિતનો અનુભવ જોઈએ.