અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે લોકો જાહેર કરવામાં આવ્યું છે એ બંધારણીય છે. બંધારણમાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં લૉકડાઉન જેવા શબ્દનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સત્તાધીશો દ્વારા લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે સામાન્ય નાગરિકોના બંધારણના અનુછેડ 14 અને 19નું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
લૉકડાઉનને લીધે 65 વર્ષથી વધુ વયના લોકો, બાળકો અને સામાન્ય નાગરિકો તેમના ઘરમાં જ રહેવા મજબૂર બન્યાં હતાં. સત્તાધીશો દ્વારા લેવાયેલા લૉકડાઉનના નિણર્યને લીધે વગર કોઈ ગુના નાગરિકોને તેમના ઘરમાં જ નજરકેદ થવું પડ્યું. અત્યારે પણ સાંજના 9 થી સવાર 7 વાગ્યે સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે જે બંધારણના અનુછેદ 19 પર તરાપ છે. લૉકડાઉનના આદેશ પ્રમાણે દુકાનોને ખોલવા અને બંધ કરવા મુદ્દે જે નિર્દેશ આપવામાં આવ્યાં છે તેના પર સ્ટે આપવામાં આવે તેવી માગ કરી હતી.
લૉકડાઉનની બંધારણીયતા અને રાત્રી કરફ્યુ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો - બંધારણીય
કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા લૉકડાઉન ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જે.બી. પારડીવાલાની ખંડપીઠે લૉકડાઉનની બંધારણીયતા પર અને રાત્રે લાદવામાં આવતા કરફ્યુ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 10મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
લૉકડાઉનની બંધારણીયતા અને રાત્રે કરફ્યુ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો
નોંધનીય છે કે કોરોના મહામારીનો ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં જનતા કરફ્યુ બાદ 21 દિવસનો લૉકડાઉન જારી કર્યો હતો અને ત્યારપછી સળંગ 4 વખત લૉકડાઉન લંબાવ્યું છે. લૉકડાઉનને લીધે શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ઘરે જતી વખતે મૃત્યુ પણ પામ્યાં છે.