જૂનાગઢ : પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત અને દત્તાત્રેય મંદિર તેમજ અંબાજી મંદિરની આસપાસ ખૂબ જ ગંદકી ફેલાયેલી છે જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. તેવા પ્રકારની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર થયેલી ગંદકીના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટની સુનાવણી દરમિયાન પોતાની વાત ઉપર રહ્યું હતું કે, કોઈપણ મંદિરની આસપાસ ગંદકી ચલાવી લેવાય નહીં એવી રીતે જ ગિરનાર પર્વતની આજુબાજુ જે ગંદકી છે તે ચલાવી લેવાશે નહીં ગંદકીને દૂર કરવા માટે જે પણ પગલાં લેવાના હોય તે પગલા લેવામાં આવે.
હાઇકોર્ટે ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા :હાઇકોર્ટે ગિરનાર પર્વત અને આજુબાજુના મંદિરો મુદ્દે થયેલી ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા હતા કે, ગિરનાર પર્વતોના દર 100 પગથિયે પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મીઓને મૂકવામાં આવે. ગંદકી ના ફેલાઈ તે મુદ્દે વ્યવસ્થિત રીતે સફાઈ કરાવવામાં આવે. જ્યાં જ્યાં પણ જરૂરી હોય તેવી તમામ જગ્યાઓ પર ડસ્ટબીન અને સાઈન બોર્ડ પણ મૂકવામાં આવે. એવા પણ હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા છે. જો કોઈપણ ગંદકી કરશે તો તેમની સામે દંડ કરવામાં આવશે. જે કોઈપણ નિયમનો ભંગ કરશે અને તેને દંડ કરનારની સામે ક્રિમીનલ પ્રોસીક્યુશન મુજબ દંડ વસૂલવામાં આવશે.
આ પણ વાંચો :Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે વકીલોની વર્તણુકને લઈ કરી મોટી ચોખવટ, કોર્પોરેટ કલ્ચરનો અભિગમ