ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High court news : કોરોનાની ત્રીજી લહેર સામે સરકારની તૈયારીનો જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ - Gujarat News

કોરોનાની પરિસ્થિતિને કારણે ગુજરાત હાઇકોર્ટમાં હાલ કોરોના અંગે સુઓમોટો (Suomoto) સુનાવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા કોરોનાની ત્રીજી લહેર સામે સરકારના આયોજન વિશે એક્શન પ્લાન રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

Ahmedabad Breaking News
Ahmedabad Breaking News

By

Published : Jun 19, 2021, 10:45 PM IST

  • કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)નો મહત્વ નિર્દેશ
  • ત્રીજી લહેર માટેનો એક્શન પ્લાન રજૂ કરવા નિર્દેશ
  • રાજ્ય સરકારને હાઈકોર્ટે કર્યો નિર્દેશ

અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં હાલ કોરોના અંગે સુઓમોટો સુનાવણી ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં બીજી લહેરની જેમ ત્રીજી લહેર ન સર્જાય તે માટે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સરકારને આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કોરોનાની સ્થિતિ અંગે મહત્ત્વનો નિર્દેશ કરતા રાજ્ય સરકારને જણાવ્યું છે કે, ત્રીજી લહેરનો એક્શન પ્લાન હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે.

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બની શકે છે ઘાતક, વેક્સિન વગર કોરોના સામે લડવું મુશ્કેલ ?

ત્રીજી લહેર સામેના આયોજનનો જવાબ સરકાર કોર્ટમાં રજૂ કરે એવું જણાવાયું

અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં રાજ્ય સરકાર કોરોનાને લઈને કંઈક એવું આયોજન કરી રહી છે ? તેને લઇ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સદંતર કોરોનાની પરિસ્થિતિ ઉપર રાજ્ય સરકારને નિર્દેશ પણ આપી રહી છે. એવામાં હાલ કે જ્યારે બીજી લહેર થંભી છે, ત્યારે ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર કેવું આયોજન કરી રહી છે તે માટેનો જવાબ સરકાર કોર્ટમાં રજૂ કરે એવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Third Wave of Corona - 6થી 8 સપ્તાહ બાદ કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા - AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા

રાજ્યમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ જોતા હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી

કોર્ટે જણાવ્યું છે કે, સરકાર ત્રીજી લહેર દરમિયાન ટેસ્ટિંગ, હોસ્પિટલ બેડ, સારવારની દવાઓ, નિષ્ણાંતોના મત સહિતની માહિતી હાઇકોર્ટમાં રજૂ કરે. આગામી 2 જુલાઈએ કોરોના અંગે હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી થવાની છે. ગત કોરોના સુઓમોટો સુનવણી દરમિયાન પણ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કોરોનાની ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ જોતા હાઇકોર્ટે સુઓમોટો (Suomoto) દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details