હાઈકોર્ટે આ બાબતને રેકોર્ડ પર વધુ સુનાવણી 25મી સપ્ટેમ્બરના રોજ મુલતવી રાખી હતી. હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદીએ ઉધડો લેતા અરજદારના વકીલને પુછ્યું કે, આ લખાણ કોણે લખાવ્યું છે, જ્યુડિશિયરી સામે આવું લખવાની હિંમત કઈ રીતે ચાલી, જેણે લખ્યું એને બોલાવવાનો નિર્દેશ કર્યો હતો. અરજદારના વકીલે જ્યુડિશિયરી સામેના આક્ષેપ રદ કરવાની સતા પીટીશનમાં સુધારા કરવાની કોર્ટથી પરવાનગી માંગી હતી.
સંજીવ ભટ્ટે પીટીશનમાં જ્યુડિશયરી વિરૂધ કરેલા આક્ષેપ પરત ખેંચવા હાઈકોર્ટનો આદેશ - હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદી
અમદાવાદ: સંજીવ ભટ્ટ આશરે 30 વર્ષ જુના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. જેની સામે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અપીલ અરજીમાં જ્યુડિશિયરી સામે કરાયેલા આક્ષેપ મંગળવારે જસ્ટીસ બેલા ત્રિવેદીએ અપીલકર્તાનો ઉધડો લઈ અપીલમાંથી તમામ આક્ષેપ કાઢી પીટીશનમાં સુધારો કરવાનો આદેશ આપ્યો હતો.
sanjeev bhatt
ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ હાલ પાલનપુર NDPS અને જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં સજા ભોગવી રહ્યાં છે. જામનગર સેશન્સ કોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. જેની સામે હાઈકોર્ટમાં અપીલ અરજી દાખલ કરવામાં આવી હતી.