ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઇકોર્ટે AMCને લારી-ગલ્લાવાળાઓનો જપ્ત કરેલો સમાન પરત કરવાનો કર્યો આદેશ - ETV Bharat

અમદાવાદ: AMC દ્વારા સ્ટ્રીટ વેન્ડર એક્ટનું ઉલ્લંઘન કરીને જાહેર માર્ગો પર ધંધો કરતા લારી ગલ્લાવાળાને ખસેડી માલ જપ્ત કરવામાં આવતો હોય છે. જેથી આ જપ્ત કરાયેલા માલસામાનને છોડાવવા અરજદારે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજી પર શુક્રવારે કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ કોર્પોરેશનને તેમની તમામ જપ્ત કરેલી વસ્તુઓ પરત કરવાનો આદેશ કર્યો છે.

highcourt

By

Published : Aug 24, 2019, 3:12 AM IST

આ મુદ્દે રજૂઆત કરતા વકીલ આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે, સ્ટ્રીટ વેન્ડર એક્ટ હજુ યોગ્ય રીતે અમલમાં મુકાયો નથી. ત્યારે સેક્ટરના section-3નું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કોર્પોરેશન દ્વારા ગરીબ લારી-ગલ્લાવાળાઓનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જપ્ત કરાવેલી ચીજવસ્તુઓમાં તેમની પાસે 2305 લારી અને 26,919 જેટલી નાની-મોટી આઈટમો છે.

જેથી બંને પક્ષની રજૂઆત બાદ હાઈકોર્ટે કોર્પોરેશનને લારી-ગલ્લાવાળાઓની જપ્ત કરેલી તમામ સામગ્રી પરત કરવાનો આદેશ કર્યો છે. હવે લારી ગલ્લાવાળા પોતાના પુરાવા સાથે અરજી કરી કોર્પોરેશનમાંથી પોતાનો માલ-સામાન પરત લઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details