ગુજરાત

gujarat

ETV Bharat / state

ફરિયાદ દિલ્હીમાં થઇ હોવાથી ગાંધીનગર પોલીસની તપાસ રદ કરવા IAS ગૌરવ દહીંયાંએ હાઇકોર્ટમાં રિટ કરી - ગાંધીનગર પોલીસ

અમદાવાદ  પરણિત હોવા છતાં દિલ્હીની યુવતી સાથે સંબંધો બાંધનાર IAS ઓફિસર ગૌરવ દહીયાએ દિલ્હીની મહિલા દ્વારા લેખિત ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસ દ્વારા જે તપાસ અને હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેને રદ કરવા માટે હાઇકોર્ટમાં કવોશિંગ રિટ દાખલ કરી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટ

By

Published : Aug 15, 2019, 2:12 AM IST

ગૌરવ દહીંયાંના વકીલ આશિષ ડગલીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, દિલ્હી મહિલા દ્વારા જે લેખિત અરજી કરવામાં આવી છે, તેને આધાર રાખીને ગાંધીનગર પોલીસ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે.ગાંધીનગર પોલીસને આ તપાસ કરવાની સત્તા ન હોવાની પિટિશનમાં રજૂઆત કરી હતી.આ કેસની તપાસ કરવાનો અધિકાર દિલ્હી પોલીસ પાસે છે. ત્યારે ગાંધીનગર પોલીસ શા માટે દહીંયાંને વારંવાર તપાસમાં સહયોગ આપવા માટે નોટિસ પાઠવી રહી છે.

પિટિશનમાં ઉલ્લેખ કરાયો છે કે, દહીંયાં વિરુદ્ધ FIR નહીં પરંતુ લેખિત અરજી એ પણ દિલ્હીમાં કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર પોલીસને આ કેસમાં તપાસ કરવાની કોઈ જ સતા નથી. ગાંધીનગર પોલીસે દહીંયાંને તપાસ માટે ત્રણવખત હાજર રહેવા નોટિસ પાઠવી હતી. પરંતુ દહિયા હાજર રહ્યો નથી. દહિયાના વકીલે પિટિશનમાં ફરિયાદના પ્રકાર મુદ્દે કોઈ જ વાંધો વ્યક્ત કર્યો નથી.


દિલ્હી પોલીસે ગત મહિને દહીયાની કહેવાથી બીજી પત્ની દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદને ગુજરાત પોલીસને ટ્રાન્સફર કરી હતી. ફરિયાદમાં દહિયાની કહેવાતી બીજી પત્નીએ ઉલ્લેખ કર્યો છે કે અગાઉ લગ્ન થઈ ગયા હોવાની જાણ બહાર તેની સાથે બીજા લગ્ન કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details