ગુજરાત

gujarat

ETV Bharat / state

DPS સ્કૂલ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પૂજા શ્રોફને નોટિસ પાઠવી - NOC

હાથીજણ વિસ્તારમાં ચાલતી DPS ઈસ્ટ સ્કૂલને બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે 369 જેટલા વાલીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે મંગળવારે હાઈકોર્ટે રાજ્ય સરકાર, પૂજા મંજુલા શ્રોફ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 13મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

High Court issues notice to state government and Pooja Shroff on DPS school issue
DPS સ્કૂલ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પૂજા શ્રોફને નોટિસ પાઠવી

By

Published : Feb 12, 2020, 2:10 AM IST

અમદાવાદઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર અને પૂજા શ્રોફ સામે વાલીઓ તરફે દાખલ કરાયેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી હતી, કે શાળાના સંચાલકોની ભૂલની સજા વિદ્યાર્થીઓને મળવી ન જોઈએ. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી, કે શાળાના સંચાલકોએ CBSEમાં ગુજરાત સરકારની નકલી NOC રજૂ કરી હોવાથી રાજ્ય સરકાર અને CBSE દ્વારા શાળાની માન્યતા રદ્દ કરવામાં આવી હતી.

DPS સ્કૂલ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પૂજા શ્રોફને નોટિસ પાઠવી

ઉલ્લેખનીય છે કે, આગામી માર્ચ મહિના સુધી શાળાનો વહીવટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ શાળાને બંધ કરી દેવામાં આવશે. વાલીઓ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, શાળા સંચાલકો દ્વારા કરાયેલી ભૂલની સજા વિદ્યાર્થીઓને આપી શકાય નહીં. સંચાલકોએ ભૂલ કરી છે, તો તમને કાયદા અનુસાર સજા મળવી જોઈએ. પૂજા મંજુલા શ્રોફ અન્ય શાળાઓ પણ ચલાવે છે, ત્યારે સરકારે માત્ર એક શાળા બંધ ન કરવી જોઈએ.

વર્ષ 2010માં CBSE સાથે જોડાણ માટે DPS ઇસ્ટ દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગની NOC રજૂ કરવામાં આવી હતી. જે NOC નકલી હોવાનું બહાર આવતા રાજ્ય સરકારે શાળાની માન્યતા રદ્દ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details