નટુ પીતાંબરદાસ જ્યારે ગુજરાત સ્ટેટ કોપરેટીવ ફેડરેશનના ચેરમેન હતા ત્યારે લાખો રૂપિયાની ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે કો-ઓપરેટીવ સોસાયટીના રજીસ્ટ્રારે લાખો રૂપિયાની રિકવરી શરૂ કરતા તેને અટકાવવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી 18મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન પાસે રિકવરી કરવા હાઈકોર્ટે રજીસ્ટ્રારને પાઠવી નોટીસ - natu pitambardas
અમદાવાદ: ગુજરાત સ્ટેટ કોપરેટીવ માર્કેટીંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન નટુ પીતાંબરદાસ દ્વારા લાખો રૂપિયાની ગેરરીતિ સામે કૉ-ઓપરેટીવ સોસાયટી દ્વારા રિકવરી પ્રોસિંડિંગ શરૂ કરતા તેને અટકાવવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા મંગળવારે જસ્ટીસ બિરેન વૈષ્ણવે કોર્પરેટીવ સોસાયટી, રજીસ્ટ્રારને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો છે.
![ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન પાસે રિકવરી કરવા હાઈકોર્ટે રજીસ્ટ્રારને પાઠવી નોટીસ Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5404986-thumbnail-3x2-ahm.jpg)
Ahmedabad
ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન સામે રિકવરી મુદે હાઈકોર્ટે રજીસ્ટ્રારને નોટીસ પાઠવી
અગાઉ સુપ્રીમ કોર્ટે નટુ પીતાંબરદાસને ગુજકોમાસોલના ચેરમેન તરીકે હટાવવાનો આદેશ કર્યો હતો. નટુ પીતાંબરદાસ સામે કરોડો રૂપિયાના બિલીંગ કૌભાંડનો આરોપ લાગેલા છે. પીતાંબરદાસ ચેરમેન પદેથી રાજીનામું આપતા ન હોવાથી સરકારે સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નટુ પીતાંબર મહેસાણા જિલ્લામાં સહકારી ક્ષેત્રે મોટું નામ છે તેમજ કોગ્રેસમાં પણ એક સમયે કદાવર નેતા તરીકે ગણાતા હતા.