અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને સાંભળ્યા વગર કોર્પોરેશન દ્વારા 77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દંડ કરવાની સત્તા ન હોવાની પણ દલીલ કરવામાં આવી છે. રાજસ્થાન હોસ્પિટલ દ્વારા 25 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જો કે, ત્યાર પછી હવે તેમણે આ દંડ સામે કોર્ટમાં અરજી કરી છે.
હાઈકોર્ટે રાજસ્થાન હોસ્પિટલ વિરુદ્ધ AMCની કાર્યવાહી પર હંગામી ધોરણે સ્ટે આપ્યો - સ્ટે
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાની સારવાર માટે આવેલા દર્દી માટે અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલે 20 મિનિટ સુધી દરવાજો ન ખોલતા દર્દીઓના મોત નીપજ્યું હતું. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષાત્મક પગલાના ભાગરૂપે 77 લાખનો દંડ ફટકારતા તેની સામે દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે હાઈકોર્ટે આગામી આદેશ સુધી રાજસ્થાન હોસ્પિટલ સામે કોઈ પ્રકારના પગલા ન લેવાનો આદેશ કર્યો છે.
નોંધનીય છે કે, 8 જૂનના રોજ બનેલી આ ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજીમાં બેદરકારી બદલ રાજસ્થાન હોસ્પિટલની સામે શિક્ષાત્મક પગલા લેવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલ 77 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હાઈકોર્ટે આદેશમાં ટીકા કરતા કહ્યું હતું કે, જો દર્દીને સમયસર ICUમાં સારવાર મળી હોત તો, તેનો જીવ બચી શક્યો હોત. કોરોના દર્દીને પહેલા દાખલ કરો અને પછી એડવાન્સ વગેરેની પ્રક્રિયા કરો. હાઈકોર્ટે વધુ નિર્દેશ આપતા કહ્યું કે, ચીફ સેક્રેટરી કોવિડ હોસ્પિટલમાં CCTV કેમેરા પણ ઈન્સ્ટોલ કરાવી શકે. જેથી તમામ સ્થિતિ અને ઘટના પર નજર રાખી શકાય.