ગુજરાત

gujarat

ETV Bharat / state

હાર્દિક પટેલને રાહત, મહેસાણામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી - patidar andolan

ગુજરાત વિધાનસભા ચૂંટણીની(Gujarat Assembly Elections) તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપે વિરમગામ વિધાનસભાથી( Viramgam Assembly Elections) હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને રાહત આપી છે. હાઈકોર્ટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપી છે.

હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે.
હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે.

By

Published : Nov 11, 2022, 5:01 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની(Gujarat Assembly Elections) તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. તમામ રાજકીયપક્ષો ચૂંટણી પ્રચાર-પ્રસારની તૈયારીઓમાં લાગી ગયાા છે. કોંગ્રેસ દ્વારા 89 ઉમેદવારોની યાદી(List of candidates) જાહેર કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પણ મોટા ભાગના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યાં છે. ભાજપ દ્વારા 160 વિધાનસભા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ભાજપે વિરમગામ વિધાનસભાથી( Viramgam Assembly Elections) હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત(relief to Hardik Patel) આપવામાં આવી છે. એક વર્ષ સુધી મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપી છે.

પાટીદાર આંદોલન સમયે થયા હતા કેસ: હાર્દિક પટેલ પાટીદાર આંદોલનથી જાણીતો યુવા ચહેરો છે. પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આંદોલનમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ રાજદ્રોહ સહિત અનેક કેસ દાખલ થયા હતા અને હાઈકોર્ટેે મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ આંદોલનની અસર એટલી વ્યાપક હતી કે ગુજરાતના મુખ્ય પ્રધાન બદલવાની ફરજ પડી હતી અને 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. ત્યારબાદ સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે.

હાઈકોર્ટે આપી આંશિક રાહત:પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જો કે ઘણા સમયથી તેઓ કોંગ્રેસથી નારાજ હતા. આખરે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે ભાજપે વિરમગામથી તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને આંશિક રાહત આપી છે. જે અંતર્ગત તેઓ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને હાર્દિક પટેલે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details