હાઈકોર્ટે VS હોસ્પિટલ સંદર્ભે થયેલી રિટ મુદે દાનેશ્વરીઓના વકીલને તેમની કાર્યવાહી અંગે સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્પોરેશન, સરકાર મેડિકલ એજ્યુકેશન નામનો નવો ટ્રસ્ટ રચી VS હોસ્પિટલને બંધ કરાવવા માંગે છે. પહેલા ડોક્ટરોને નવા હોસ્પિટમાં ટ્રાન્સર કરવામાં આવ્યા અને બાદમાં તમામને નવી હોસ્પિટલમાં લઈ જવાયા છે. જેથી 90 વર્ષ જુની 1155 પથારી વાળી હોસ્પિટલને ખંડેર બનાવી છે. જૂની હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સો માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ રહ્યું છે. દર્દીઓને નવી હોસ્પિટલમાં જવા ભલામણ કરવામાં આવે છે.
જુની VS હોસ્પિટલ તોડી પાડવા સામે હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો - હાઈકોર્ટના જસ્ટીસ ભાર્ગવ કારીયા
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારથી નિર્માણ થયેલા નવા મેડિકલ એજ્યુકેશન ટ્રેસ્ટ વર્ષો જુની VS હોસ્પિટલને તોડી પાડવાની કાર્યવાહી સામે રિટ દાખલ કરાયેલી છે. હાઈકોર્ટના જસ્ટીસ ભાર્ગવ કારીયાએ અગામી આદેશ સુધી ડોક્ટર ચેમ્બર સિવાય જુની હોસ્પિટલના કોઈપણ ભાગને ન તોડવાનો આદેશ કર્યો છે. આ મામલે 26મી ડિસેમ્બરના રોજ વધું સૂનાવણી હાથ ધરવામાં આવશે.

આ કેસના અરજદારો તરફે વકીલ આનંદ યાજ્ઞિકે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. તેની જાણ હોવા છતાં તંત્ર દ્વારા ટૂંક સમયમાં જૂની હોસ્પિટલ તોડી શકે છે. કોઈપણ સાધન, તબીબ કે અન્ય વ્યવસ્થા સિવાય 120 બેડની હોસ્પિટલ કઈ રીતે ચાલશે તેની સપષ્ટતા કરાઈ નથી. અરજદાર દાતા ટ્રસ્ટીઓએ ચેરિટી સમક્ષ અરજી દાખલ કરી ટ્રસ્ટનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તેવો આદેશ કરવા માંગ કરી હતી. જો કે ચેરિટી કમિશ્નરે કાયદાની સ્થાપિત જોગવાઈઓ અને હાઈકોર્ટના ચુકાદા અન્વયે પોતાની સત્તાનો ઉપયોગ કરવાને બદલે એક અસપષ્ટ આદેશ કર્યો હતો. ચેરિટી કમિશ્નરના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો હતો.