અમદાવાદ: ગત મે મહિના દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં લૉકડાઉન દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલા ઘર્ષણ કેસમાં ગુજરાત હાઇકોર્ટ બુધવારે ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. આમ કુલ હવે આ કેસમાં કુલ 16 લોકોને જામીન મળ્યા છે.
શાહપુર હિંસામાં હાઈકોર્ટે 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા - Shahpur area
કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન કર્ફ્યુ લગાવામાં આવ્યું હતું, ત્યારે શાહપુર વિસ્તારમાં સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ બુધવારે ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જેમાં આ કેસમાં કુલ 16 લોકોને જામીન મળ્યા છે.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસે ગુરુવારે 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. 10 હજારના પર્સનલ બોન્ડ પર રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ હાઇકોર્ટે આ દેશના 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય બેંચે 5 આરોપીઓના જામીન ફગાવાયાનું વલણ દાખવતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.
નોંધનીય છે કે ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આ કેસના અન્ય 4 આરોપીઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. હજૂ 4 આરોપીઓની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં હાલ પેન્ડીંગ છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે 8મી મેના રોજ લોકડાઉન દરમિયાન કર્ફ્યુ લગાવામાં આવ્યું હતું, ત્યારે સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ પોલીસે આ કેસમાં 27 આરોપીઓની ધરપકડ કરી હતી.