ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઇકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ ચાર્જફ્રેમના હુકમને પડકારતી રિટનો નિકાલ કર્યો

અમદાવાદ: શહેરમાં હથિયારોની હેરાફેરીના કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી નારાયણ જાદવને ઇલેક્ટ્રિક કરંટ આપવા થયેલી ફરિયાદમાં કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની રીટનો હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ સૂપહીયાએ પ્રાથમિક તબક્કે ચાર્જફ્રેમના હુકમને પડકારતી રિટનો હાઇકોર્ટે નિકાલ કર્યો.

By

Published : Aug 8, 2019, 6:02 AM IST

સંહાઇકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ ચાર્જફ્રેમના હુકમને પડકારતી રિટનો નિકાલ કર્યો

વર્ષ 1994માં હથિયારોની હેરાફેરીના કેસમાં પોરબંદર પોલીસે 22 આરોપીઓની ધરપકડ કરી હતી. તાત્કાલિન ડીએસપી સંજીવ ભટ્ટે આરોપીઓ પૈકી આરોપી નારણ જાદવને ગુપ્ત ભાગે ઇલેક્ટ્રિક કરંટ આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના પુત્રને પણ માર મારીને ગુપ્તભાગે કરંટ આપ્યો હતો.

આ અંગે 6 જુલાઈ 1997ના રોજ પોરબંદરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નારણ જાદવએ કેસ કર્યો હતો. આ કેસમાં ચાર સ્ટ્રીમ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. હુકમને પડકારતી સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં 2013માં રીટ દાખલ કરી હતી. આ અરજી બુધવારના રોજ કોર્ટમાં કોલઆઉટ થઈ હતી. પરંતુ સંજીવ ભટ્ટના વકીલ હાજર ન રહેતાં હાઇકોર્ટે ચાર્જફ્રેમના હુકમને પડકારતી રિટનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details