ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઇકોર્ટે સંજીવ ભટ્ટના જામીન ફગાવ્યા કહ્યું આ સામાન્ય કેસ નહીં, ષડયંત્ર છે - Justice Sonia Gokani

વર્ષ 1996 પાલનપુર એનડીપીએસ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી જસ્ટિસ સોનિયા ગોકાણીએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી છ મહિનામાં જ ટ્રાયલ શરૂ ન થાય તો અરજદાર સક્સેસીવ જામીન અરજી દાખલ કરી શકે તેના ભાગરૂપે અરજી દાખલ કરી હતી.

amd
અમદાવાદ

By

Published : Feb 13, 2020, 11:29 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુરુવારે રજૂ કરાયેલા સંપૂર્ણ ઓર્ડરમાં મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે કે, નાર્કોટિક્સ પદાર્થ બનાવવા અથવા તો પ્લાન્ટ કરવા અંગેનો આ કોઈ સામાન્ય કેસ નથી. પરંતુ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓના ષડયંત્રના ભાગરૂપે રચવામાં આવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. અરજદાર સંજીવ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ દ્વારા પિંડદાન કરવામાં આવ્યું. તે કોઈપણ રીતે સાબિત થતું નથી. ચાર્જશીટમાં પણ સંજીવ ભટ્ટે પાલીની લજવાતી હોટલમાં નાર્કોટિક્સ પદાર્થ પ્લાન્ટ કર્યું હોય એવો કોઈ આધાર મળી આવતો નથી.

હાઇકોર્ટે સંજીવ ભટ્ટના જામીન ફગાવ્યા કહ્યું આ સામાન્ય કેસ નહિ, ષડયંત્ર છે

વર્ષ 2018માં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાના આદેશ બાદ સંજીવ ભટ્ટ વિરુદ્ધ એસઆઇટી તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેમાં સાક્ષીઓના નિવેદન સંજીવ ભટ્ટની ધરપકડ થયાના 10થી 20 દિવસ બાદ લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. શાહે વધુમાં દલીલ કરી હતી કે સંજીવ ભટ્ટ વિરુદ્ધ પાલનપુર એનડીપીએસ કેસમાં પાલી કોતવલી કેસના આરોપીઓને જોધપુર સ્પેશ્યલ કોર્ટની પરવાનગી લીધા વગર આરોપીઓને પાલનપુર કેસમાં સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટની ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટ પાલીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદની કાર્યવાહી પર સ્ટે આવ્યો હતો. વર્ષ 1998માં રાજસ્થાન હાઈકોર્ટે પોલીસ ફરિયાદ કરવાનું ફગાવતા સુપ્રીમમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર સ્ટે આવ્યો હતો. વર્ષ 2018 સુધી આ સ્ટે જારી રહ્યો હતો. જેને લીધે પાલી પોલીસ કેસની વધુ તપાસ કરી શકી ન હતી.

આ મુદ્દે સરકારી વકીલ તરફથી અરજી કરવામાં આવી હતી કે, અરજદાર દ્વારા અલગ-અલગ પ્રકારની અરજીઓ દાખલ કરી ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ કરવા માંગે છે. કેટલાક તથ્યો અને મુદ્દાઓ અગાઉની સુનાવણી દરમિયાન બાકી રહી ગયા એ વાત કાયદાનો દુરૂપયોગ કરી શકાય. અને જો આવી જ રીતે ચાલશે તો કેસની સુનાવણી ક્યારેય પૂરી થઈ શકશે નહીં. વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કેસની તપાસ સીઆઈડીને સોંપ્યા બાદ જેમાં સુમેર સિંહ રાજપુત પર 1.15 કિલો અફીણ રાખવાના કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. રાજપુરોહિત બનાસકાંઠાના પૂર્વ SP સંજીવ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details