અમદાવાદ:રાજકોટ મહાનગરપાલિકાના(Rajkot Municipal Corporation) ખૂબ જ મહત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ એવો રાજકોટ રિવરફ્રન્ટને (Riverfront Project Rajkot)લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિવરફ્રન્ટ બનાવવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 140 જેટલા પરિવારને તેમના બાંધકામની દૂર કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. જેને લઇને આ પરિવારોએ આ મુદ્દાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court PIL)જાહેર હિતની અરજી કરી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે 140 પરિવારોને વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે ચોમાસા સુધી બાંધકામ હટાવવાના નિર્ણય ઉપર પણ સ્ટે આપ્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે -આ સમગ્ર મામલે અરજદારોની રજૂઆત હતી કે, અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી જંગલેશ્વર વિસ્તારમાં રહ્યા છીએ. અમને મહાનગર પાલિકાની નોટીસ પાઠવી છે. પરંતુ અમારા મકાનો પણ ઘણા કાચા છે.અમને રહેવા માટેની બીજી કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી નથી. આ સમગ્ર મામલે સ્ટે આપવામાં આવે. આ ઉપરાંત અરજદાર દ્વારા તેમના રહેણાંક મકાનના ફોટા પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃAMCના અધિકારીઓનું સરપ્રાઈઝ ચેકિંગ, રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજનું કર્યું નિરીક્ષણ
શું છે સમગ્ર મામલો:અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટની જેમ હવે રાજકોટમાં પણરિવરફ્રન્ટ બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનાને લઈને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 140 જેટલા પરિવારોના કાચા મકાનો દૂર કરવા પડે તેવી સ્થિતિ છે. રાજકોટ મહાનગરપાલિકાએ તે પરિવારને મકાન બાંધકામ દૂર કરવા માટે નોટીસ પાઠવી હતી. પરંતુ તેમની સામે કોઇ રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ના આપવામાં આવતા આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.