ગુજરાત

gujarat

ETV Bharat / state

High Court News : અમદાવાદના જનતાનગર ક્રોસિંગના 40 જેટલા રહીશોને હાઇકોર્ટમાંથી મળી રાહત - મામલતદારની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે

જનતાનગર વિસ્તારના 40 મકાનોના રહેવાસીઓને હાઇકોર્ટે રાહત આપી છે. આ મકાનમાલિકોને મામલતદારે નોટિસ આપી હતી. તે મુજબ જ્યાં આ મકાનો આવેલા છે તે સરકારની પડતરની જમીન છે. આ અંગે રહિશોએ હાઇકોર્ટમાં રાહત માંગતી અરજી કરી હતી. ત્યારે હવે મામલતદારની આ નોટિસ સામે હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો છે.

High Court News : અમદાવાદના જનતાનગર ક્રોસિંગના 40 જેટલા રહીશોને હાઇકોર્ટમાંથી મળી રાહત
High Court News : અમદાવાદના જનતાનગર ક્રોસિંગના 40 જેટલા રહીશોને હાઇકોર્ટમાંથી મળી રાહત

By

Published : Jun 24, 2023, 11:25 AM IST

અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમાં જનતાનગર ક્રોસિંગ પાસે આવેલ 40 જેટલા મકાનોના રહેવાસીઓને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ મુજબ તેઓના મકાન જે જમીન પર આવેલ છે તે સરકારની પડતર જમીન હોવાનો ઉલ્લેખ હતો. આથી રહીશોમાં ડર ફેલાયો હતો કે તેમના મકાનને સ્થાનિક સત્તા મંડળ દ્વારા તોડી પાડવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને અરજદાર બાબુભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં રાહત માંગતી અરજી કરવામાં આવી હતી.

આ સમગ્ર બાબતે કુલ આઠ અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા જનતાનગરના રહેવાસીઓને એક નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમના મકાનો જે જમીન પર છે તે સરકારની પડતર જમીન છે. આ નોટિસના જવાબમાં અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી કે આ અરજદારો વર્ષ 1982 થી અહીં રહેણાંક વિસ્તાર ધરાવી રહ્યા છે. તેમની પાસે લાઈટ બિલ તેમજ જમીનના દસ્તાવેજો સહિતના આધાર પુરાવાઓ પણ છે.-- વિરાજ ઘટાડા (અરજદારના વકીલ)

અરજદારો જવાબ આપશે :પબ્લિક પ્રોસિક્યુટર જૈનીલ પરીખે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અરજદાર સામે મામલતદાર દ્વારા શરૂ કરાયેલ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પગલાં લેવાનો કોઈ જ પ્રસ્તાવ હજુ સુધી રાખવામાં આવ્યો નથી. અરજદાર દ્વારા મામલતદારને જવાબ આપ્યા પછી જ મામલતદાર કાયદાને ધ્યાનમાં રાખીને કામ કરશે.

મામલદારની કાર્યવાહી પર સ્ટે : આ સાથે જ અરજદાર સામે લેન્ડ રેવન્યુ કોડના સેક્શન 61 અંતર્ગત કાર્યવાહી કરવાની થાય. તો અરજદારોને દસ દિવસ યોગ્ય સમક્ષ રજૂઆત માટે સમય પણ આપવામાં આવશે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે અરજદારોને 30 જૂન સુધીમાં મામલતદારની નોટિસનો વિસ્તારપૂર્વક જવાબ આપવા જણાવ્યું છે. ત્યાં સુધી મામલતદારની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

હાઈકોર્ટમાં અરજી : ઉલ્લેખનિય છે કે, મામલદારની નોટિસ સામે જનતાનગરના કુલ આઠ અરજદારોએ હાઈકોર્ટમાં રાહત માંગતી અરજી કરી છે. હાલ પૂરતો મામલતદારની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. પરંતુ અરજદારોએ મામલતદારની નોટિસનો જવાબ આપવો પડશે.

  1. High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો
  2. Gujarat High Court: HCના હુકમ અંગે પીડિતોએ કહ્યું, 10 લાખથી શું થાય, દોષિતને ફાંસીની સજા થવી જોઈએ

ABOUT THE AUTHOR

...view details