ગાયના માંસની બિરયાની બદલ 10 વર્ષ સજા પામનાર આરોપીના હાઇકોર્ટે જામીન મંજુર કર્યા - હાઈકૉર્ટ
અમદાવાદઃ આશરે બે મહિના પહેલા પોતાની છોકરીના લગ્નમાં ગાયના મટનની બિરયાની પીરસવા બદલ 10 વર્ષની સજા મેળવનાર આરોપીના શુક્રવારે હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ધોલરિયાએ જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.
હાઈકોર્ટે જામીન મંજૂર કરતા નોંધ્યું કે આરોપીએ પોતાની દીકરીના લગ્નમાં ગાયના મટનની બિરયાની બનાવી હતી. ગૌહત્યાના આર્થિક વ્યવહારમાં આરોપી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જસ્ટિસ આર.પી ધોલરિયાએ ધોરાજીના વતની કાદર મકરાણીના 10 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.
ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ 2017 હેઠળ કોઈ વ્યક્તિ વિરોધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તેવો પહેલો કિસ્સો પ્રકાશ આવ્યો હતો.
ચાલુ વર્ષ જાન્યુઆરી મહિનામાં આરોપીના પાડોશી સતાર આદમ કોલીયાએ તેમની વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. કોલીયાનો આક્ષેપ છે કે મકરાણીએ તેમની છોકરીના લગ્નમાં મટન ની બિરયાની બનાવવા માટે તેમના અઢી વર્ષના બછડાનું અપહરણ કર્યું હતું.