ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઇકોર્ટના આદેશ બાદ 500 જેટલા PSIની સિનિયોરીટી પ્રમાણ પર PI તરીકે બઢતી થશે

અમદાવાદ: વર્ષ 2010માં ટ્રેનિંગના મેરીટ અને સિનિયોરિટી વિવાદ વચ્ચે PSI ને PI તરીકે પ્રમોશન આપવાના વિવાદ મુદ્દે હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સરકારના 17 મેના રોજ 2018ના રોજ તૈયાર કરેલા સિનિયોરિટી લિસ્ટ પ્રમાણે પ્રમોશન પ્રક્રિયા આગળ ધપાવવા હાઇકોર્ટે લીલીઝંડી આપી છે. જેના કારણે 535થી વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને PIના પ્રમોશનનો માર્ગ હવે મોકળો થયો છે.

ahmedabad Etv bharat

By

Published : Aug 2, 2019, 11:59 AM IST

હાલ રાજ્યમાં 400થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ખાલી છે. જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ પોસ્ટ ભરવા માટે હાઇકોર્ટે લીલીઝંડી આપી છે. 2010ની ટ્રેનિંગમાં મેરીટ અને સિન્યોરીટીને લઈને થયેલા વિવાદમાં છેલ્લા એક વર્ષથી પ્રમોશનની પ્રક્રિયા અટકી પડી હતી. પહેલા આ મામલે થયેલા મનાઇ હુકમને પણ હાઈકોર્ટે રદ કર્યો છે. જેથી હવે હાલમાં 400 જેટલી PIની જગ્યાઓ ખાલી છે. ઉપરાંત 535નું સિનિયોરિટી લિસ્ટ હાઈકોર્ટના ચુકાદાથી એપ્રુવ થયેલુ છે. જેથી 535 કે તેથી વધુ પોલીસ સબ ઈન્સપેક્ટરોને ડાયરેક આ ચુકાદા બાદ પ્રમોશન મળશે.

હાઇકોર્ટના આદેશ બાદ 500 જેટલા PSIની સિનિયોરીટી પ્રમાણ પર PI તરીકે બઢતી થશે

સરકારી વકીલ મનન મહેતાએ જણાવ્યુ હતુ કે, હાલની ગુજરાતની કાયદાકીય પરિસ્થિતીઓ જોતા 400થી વધુ પોલીસ ઈન્સપેક્ટરોની જગ્યા ખાલી છે. તેને ધ્યાને લઈ હાઈકોર્ટનો આ ખુબ જ અગત્યનો ચુકાદો છે. જે કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતીઓ જાળવવામાં ઉપયોગી બની રહેશે. હાલમાં 400 જેટલી જગ્યાઓ ખાલી છે. ઉપરાંત 535નું સીન્યોરીટી લિસ્ટ હાઈકોર્ટના ચુકાદાથી એપ્રુવ થયેલુ છે. જેથી 535 કે તેથી વધુ પોલીસ સબ ઈન્સપેક્ટરોને ડાયરેક્ટરલી આ ચુકાદો અસર કરશે.

ABOUT THE AUTHOR

...view details