ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : BSF અને NCBના સંયુક્ત ઓપરેશનથી બાડમેર સીમા પાસેથી 55 કરોડની કિંમતનું હેરોઇન ઝડપ્યું - Heroin worth Rs 55 crore seized

BSF અને NCBએ હેરોઇનના હેરાફેરીની બાતમી મળી હતી. જના આધારે તેમને એક સંયુક્ત ઓપરેશન શરુ કર્યું હતું. જેમા તેમને સફળતા મળી છે. બાડમેર બોર્ડર પાસેથી 11 પેકેટ હેરોઇન ઝડપી પાડ્યું છે. જેની બજાર કિંમત કરોડોમાં આંકવામાં આવે છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 2, 2023, 5:48 PM IST

Updated : Jul 2, 2023, 10:35 PM IST

અમદાવાદ : નશાના કારોબાર સાથે સંકળાયેલા શખ્સો દ્વારા અવારનવાર ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોય છે. અને અનેક વખત ગુજરાતના દરિયા કાંઠેથી તેમજ અલગ અલગ બોર્ડર પરથી નશીલા પદાર્થો ઝડપી પાડવામાં અલગ અલગ એજન્સીઓને સફળતા મળી છે. તેવામાં બોર્ડર સિક્યુરિટી ઓફ ફોર્સ BSF એ સીમા પરથી હેરોઈનના મોટા જથ્થાને ઝડપી પાડ્યું છે.

55 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું : BSF ગુજરાત દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ પહેલી જુલાઈ 2023ના રોજ BSF દ્વારા NCB તેમજ એસ. બી જોધપુર અને સ્થાનિક પોલીસની સાથે બોર્ડર પર તાર પાસે જમીનની નીચે સંતાડીને રાખેલા બે કોથળામાં પેક કરેલા હેરોઇનના 11 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા હીરોઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 55 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

સંયુક્ત ઓપરેશન થકિ મળી સફળતા : બાડમેર સેક્ટરમાં સીમા બહારથી હેરોઈનની હેરાફેરી થવાની હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરતાં બી.એસ.એફ અને એન.સી.બી તેમજ એસ.બી જોધપુર અને સ્થાનિક પોલીસની સાથે એક સંયુક્ત સર્ચ હાથ ધર્યું હતું. જેમાં બોર્ડર વિસ્તારના બીજરાડ વિસ્તારમાં હુરો કા તલા નામના ગામ પાસે તાર પાસે એક વૃક્ષની નીચે જમીનમાં સંતાડેલા બે કોથળા મળી આવ્યા હતા. જે કોથળા માંથી 11 પેકેટ હેરોઈન મળી આવ્યુ છે. હાલ આ સમગ્ર મામલે તમામ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં 425 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું: ગુજરાતનો દરિયાકાંઠો કાયમ ડ્રગ્સ માટે વિવાદીત રહ્યો છે. ઘુસણખોરી માટેના આ રસ્તાને સૌથી સેફ માનવામાં આવે છે. ફરી એકવખત આ જ રૂટમાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના એક ઑપરેશનમાં ડ્રગ્સ મળી આવ્યું છે. દરિયાઈ માર્ગ દ્વારા ગેરકાયદેસર વસ્તુઓ ભારતીય સીમામાં લાવવી સહેલી જણાય રહી છે. ગુપ્ત માહિતીના આધારે આ ઘૂસખોરીઓ અટકાવવામાં ફરી એકવાર ATS અને ભારતીય કોસ્ટગાર્ડ સફળ સાબિત થયું છે. ઓખાના દરિયામાં ઓપરેશન દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ સંયુક્ત રીતે ઈરાની બોટમાંથી 425 કરોડનું મૂલ્યનું ડ્રગ્સ પકડ્યુ છે. ફરી એકવખત દ્વારકા-ઓખાના દરિયાકાંઠો ડ્રગ્સ માટે વિવાદીત પુરવાર થયો છે.

  1. Ahmedabad Crime News: અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું, બ્રાઝિલિયનના એક નાગરિકની ધરપકડ
  2. 1400 કરોડની કિંમતના હેરોઇન સાથે 6 ઈરાની ક્રુ મેમ્બર જામનગરમાં ઝડપાયા
  3. Vadodara Drug Raid : શહેરમાં વધુ એક MD ડ્રગ પેડલર ઝડપાયો, ક્યાંથી આવે છે ડ્રગ ?
  4. Ahmedabad Crime News : અમદાવાદ માંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, 57 વર્ષીય આધેડની SOGએ કરી ધરપકડ
Last Updated : Jul 2, 2023, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details