હેરિટેજ ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ એક ભૂમિગત અને જમીન નિર્માણના કામ સાથે જોડાયેલી કંપની છે. હેરિટેજ ઇન્ફોસિસ પોતાના ટીમ વર્ક અને ગ્રાહકના સંતોષ સાથે કામ કરે છે. અમદાવાદમાં આ કંપની દ્વારા સૌથી વધુ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. હાલમાં પણ અનેક પ્રોજેક્ટ પર કંપની દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં એવી ટેકનોલોજી કે જેનાથી ઇમારત ધરાશાયી નહી થાય - latest news of amdavad
અમદાવાદ: મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઘણી વખત સામે આવે છે. જેમાં વર્ષો જુના બાંધકામના જ મકાન ધરાશાયી થાય છે, પરંતુ હવે ટેકનોલોજીનો વિકાસ થતા એવા પણ મશીન અને ટેક્નોલોજીની શોધ કરવામાં આવી છે કે, જેના બાંધકામનો ઉપયોગ કરવાથી જોખમનું પ્રમાણ ઘટે છે. ઇમારત કે, મકાન ભવિષ્યમાં પણ ધરાશાયી થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી હોય છે.
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ગગન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમની કંપની HIPL 40 મીમી થી લઇને 150 મીમી સુધી પહોળાઈ અને 50 મીટર સુધી ઊંડાઈ ના ખોદકામ કરવા માટે સક્ષમ છે. તેમની પાસેની મશીન અને ટેકનોલોજીના આધારે ખુબ જ ઓછા જોખમથી ડાયફ્રામ દીવાલ ઊભી કરવામાં આવે છે. અત્યાર સુધી તેમણે 25 કિલોમીટર સુધીની ડાયફ્રામ દિવાલ બનાવી છે. ડાયફ્રામ દિવાલના પ્રોજેક્ટના અનેક ફાયદા છે. જેમાં જમીનના પાયા ખૂબ જ ટૂંકા સમયમાં બની જાય છે અને તેમાં લોકોના જીવનું જોખમ પણ રહેતું નથી.
મહત્વની વાત એ છે કે, આ પ્રોજેક્ટમાં સામાન્ય ખર્ચ જેટલો જ ખર્ચ થાય છે. ડાયફ્રામ ટેકનીક દ્વારા દીવાલ તૈયાર કરીને હાલની સંરચના પ્રમાણેની જગ્યા પાસે જ દીવાલ ઊભી કરી શકાય છે. ખૂબ જ સાંકડી જગ્યાઓમાં પણ આ દીવાલ મશીન દ્વારા ઊભી થઈ શકે છે. દુનિયાના નિર્માણ ઉદ્યોગમાં જે રીતે પરિવર્તન આવ્યું છે. તેમાં ડાયફ્રામ ટેકનોલોજીનો ખૂબ જ મહત્વનો ફાળો પણ રહેલો છે.