શહેરમાં 812 કોમર્શિયલ જગ્યા અને પાર્ટીપ્લોટમાં ચેકિંગ કરવામાં આવ્યં હતું. જેમાં 9 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિસને સીલ કરી છે. 230 એકમોને નોટિસ આપી કુલ 8 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. થલતેજની દેવ આદિત્ય હોટલ, મેપલ ટ્રી કૉમ્પ્લેક્સ, આનંદનગર દેવ ઓરમ કૉમ્પ્લેક્સ, વિનસ એટલાન્ટિસ, ઘોડાસર સ્મૃતિમંદિર પાર્ટીપ્લોટ, જોધપુરના પંચરતન પાર્ટીપ્લોટ વગેરેમાંથી મચ્છરો મળી આવતા નોટિસ ફટકારી દંડ વસુલવામાં આવ્યો હતો.
812 કોમર્શિયલ જગ્યા અને પાર્ટી પ્લોટમાં ચેકીગ કરાયું, 9 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિલ સીલ કરાઇ - malaria in ahmedabad
અમદાવાદ: રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવાના અભિયાનને લઈ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ દ્વારા એક અઠવાડિયા સુધી અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સોમવારે મેલેરિયા વિભાગની ટીમે શહેરમાં કોમર્શિયલ જગ્યાઓ અને પાર્ટીપ્લોટમાં ચેકીંગ કર્યું હતું.
amc
મેલેરિયા વિભાગની ટીમે સોમવારે શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરના બ્રિડિંગના તપાસ હાથ ધરી રહી છે. જેમાં મોટી મોટી સ્ફુલો અને કોલેજોમાં મચ્છરના બ્રિડીગ મળી આવ્યા હતા. સાલ એન્જીનયરિંગ કોલેજ, બોડકદેવની નિરમા સ્કૂલ, ઓઢવની મહારાજા અગ્રસેન સ્કૂલ, વટવાની ગુજરાતી શાળા નંબર 3-4, કોસમોસ સ્કૂલ, એલ.જે.કેમ્પસ, મણિનગરની દિવાન બલ્લુભાઈ સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ આપી દંડ વસુલવામાં આવ્યો હતો. મોટાભાગની શાળા અને કોલેજમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવી હતી.