ગુજરાત

gujarat

ETV Bharat / state

'હેલ્લારો' ગરબાથી શરુ થતી આ ફિલ્મ ઘણું બધું કહી જાય છે....

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ ગુજરાતના કચ્છ જિલ્લા પર આધારિત છે. હેલ્લારો ફિલ્મ ઘણા મુદ્દાઓની વાત કરે છે. જેવા કે, પર્યાવરણ, મહિલા અને પુરુષો માટે સામાજીક અસમાનતા અને નારી સશક્તિકરણ. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી લોકો ફિલ્મ જોવા બહુ જ ઉત્સાહિત છે.

હેલ્લારો

By

Published : Oct 20, 2019, 10:47 AM IST

હેલ્લારો ફિલ્મના 2 મિનિટ અને 38 સેકેન્ડ ટ્રેલરમાં જે મંદિરોમાં પૂજાતી દેવીઓથી લઈને ઘરોમાં હાજર મહિલા સુધીની સ્થિતિ દર્શાવે છે.

હેલ્લારો ગુજરાતી ફિલ્મ

'હેલ્લારો' ફિલ્મ રિલીઝ થયા પહેલા જ પ્રશંસા અને એવોર્ડ મેળવી ચૂકી છે. 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 'હેલ્લારો'ને બેસ્ટ ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. આ સિવાય ફિલ્મને સ્પેશિયલ જુયુરી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. હેલ્લારોમાં કામ કરવાનાર 13 અભિનેત્રીઓએ શેર કરી હતી.

હેલ્લારો ગુજરાતી ફિલ્મ

આ પણ વાંચો...આંખમાં પાણી અને રૂવાટા ઉભા કરી દે તેવું છે નેશનલ એવૉર્ડ ફિલ્મ 'હેલ્લારો'નું ટ્રેલર

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની 1975ની છે. ગુજરાતના કચ્છમાં સતત ત્રીજા વર્ષે પણ વરસાદ નથી થયો. પાણીની ઘણી સમસ્યા છે. દુકાળની સ્થિતિ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, સ્વચ્છ હવા નથી. જ્યાં મહિલાઓ ખુલીને શ્વાસ લઈ શકે. આ ગામ ફક્ત પુરુષો જ ગરબા રમી શકે છે. મહિલાઓને ગરબા રમવાની મનાઈ છે. પરંતુ, એક દિવસો એવો આવે છે કે, જ્યાં ગામની મહિલાઓને એક બાહોશ વ્યકિત મળે છે. મહિલાઓ તે માણસને પાણી પીવડાવે છે અને તેને ઢોલ વગાડવા માટે કહે છે. ઢોલના તાલે મહિલાઓ ગરબા રમે છે. પછી ધીમે ધીમે આ દરરોજનું થઈ જાય છે. આ મહિલાઓ દુર પાણી ભરવા જાય છે અને રસ્તામાં તે વ્યકિતને ઢોલ વગાડવાનું કહે છે. જેના તાલે મહિલા ગરબા રમે છે. એક દિવસ ગામના લોકો મહિલાઓને ગરબા રમતા જોઈ જાય છે. આખું ગામ વિરોધમાં આવી જાય છે. પરંતુ, મહિલાઓ ગુલામીમાં રહેવાની જગ્યાએ આઝાદ થઈને મરવાનો વિકલ્પ પંસદ કરે છે.

હેલ્લારો ગુજરાતી ફિલ્મ

ટ્રેલરની ખાસ વાતો..

  • હેલ્લારો ફિલ્મના ડાયલોગ્સ સારા છે. જેવું કે એક મહિલા કહે છે કે, મારા વશમાં હોય તો ગરબા માટે પોતાનો મહેલ પણ છોડી દઉ.પરંતુ, મારા પાસે કોઈ મહેલ નથી.
  • ઢોલના તાલ પર તાળી આપી એટલે વખત લાગે કે જીવતા છીએ.
  • નિયમો એમના અને રમત પણ એમની
  • ટ્રેલરમાં તને કચ્છના ગામમાં પહોચી જાય છે. જ્યાંની પહેરવેશ અને ગામનો સેટ એકદમ સાચો છે.
  • એક જ ફ્રેમમાં દેવીને પૂજતા ગામના પુરુષો અને તે પુરુષોને ગરબા રમતા જોતી ગામની મહિલાઓ, આ એક સીન ટ્રેલરનો બેસ્ટ સીન છે.

આ પણ વાંચો...નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'હેલ્લારો'ના ડાયરેકટર અને સ્ટાર કાસ્ટની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. બીજી તરફ સમાજમાં હજુ પણ માન્યતાઓ અને રીવાજોના કારણે પુરુષ જેટલું મહિલાઓને સન્માન નથી મળતું.

'હેલ્લારો'નું નિર્દેશન અભિષેક શાહે કર્યું છે. તેમની સાથે પ્રતીક ગુપ્તા અને સૌમ્યા જોશીએ આ ફિલ્મ લખી છે. અભિષેકે આ પહેલા થિયેટર આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. અભિનેતા તરીકે તેમને 'બે યાર' ફિલ્મમાં કામ કર્યું હતું. જે 2014માં આવેલી સુપરહીટ ગુજરાતી ફિલ્મ હતી. હેલ્લારોનું નિર્માણ હરફનમૌલા ફિલ્મસ નામના પ્રોડક્શને હાઉસે કર્યુ છે. જે ફિલ્મ 'હેલ્લારો' 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details