ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: અમદાવાદને આકાશમાંથી જોવાનો મોકો, સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ - Helicopter joyride resume at Sabarmati riverfront

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી એકવાર હેલિકોપ્ટર જોયરાઇડ તારીખ 12 ઓગસ્ટ 2030 ના રોજથી શરૂઆત કરવામાં આવશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં સારું પ્રદર્શન કરનાર પાંચ તેજસ્વી વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરના મેયર તથા અધિકારીઓ દ્વારા ફ્રીમાં જોડાઈને પ્રોત્સાહન આપવામાં આવશે.

અમદાવાદને અવકાશમાંથી જોવાનો મોકો, સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ
અમદાવાદને અવકાશમાંથી જોવાનો મોકો, સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ

By

Published : Aug 12, 2023, 8:54 AM IST

Updated : Aug 12, 2023, 12:39 PM IST

અમદાવાદ:અમદાવાદ શહેર ગુજરાતનું આર્થિક પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં માત્ર ગુજરાતી જ નહીં પરંતુ દેશના અને વિદેશના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેમાં આવનાર પ્રવાસીઓ માટે અલગ અલગ રમત ગમતના સાધનો અટલબિજ, રિવરફ્રન્ટ વોક વે, અને અમદાવાદ શહેરનો નજારો જોવા માટે હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ તેને બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે હવે ફરી એકવાર તે રાઈટને શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઈડ

પ્રોત્સાહન આપવાનો નિર્ણય:ગુજરાત સરકાર હસ્તક નાગરિક દ્વારા રાજ્ય એર કનેક્ટિવિટી પૂરી પાડવા રાજ્યની અંદર તથા આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પૂરી પાડવા વિવિધ ઉદ્દેશોના માધ્યમથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર સેવા અને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કે યુનીટ સ્કૂલમાં પણ સ્થાન પામેલ છે. જેને લઇને અમદાવાદ શહેરનો નજારો માણવા માટે હેલિકોપ્ટરનો એક વધુ અનુભૂતિ હવે શહેરના લોકોને તેમજ શહેરમાં આવનાર પ્રવાસીઓને થશે.

10 મિનિટ સુધીની હવાઈ મુસાફરી:રાજ્ય સરકાર દ્વારા હેલિકોપ્ટર સેવા અને પ્રવાસનને વેગ આપવા માટે વર્ષ 2022માં અમદાવાદ શહેરમાં હેલિકોપ્ટર જોઈ રાઇટની શરૂઆત કરવામાં આવી હતી. થોડા સમય બાદ આ સેવા બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી એકવાર એરોટ્રાન્સ કંપની હેલિકોપ્ટર ચોરાઈની સેવા આપશે. જે અમદાવાદ શહેરના આકાશમાં આશરે 10 મિનિટ સુધીની હવાઈ મુસાફરી કરાવશે. અમદાવાદ શહેરના સીમા ચિન્હ રૂપ સ્થાપત્યોનું વિહંગાવલોકન પણ કરવાની પુરી તક આપશે. આ જો રાઇટ આગામી તારીખ 12 ઓગસ્ટ 2023ના રોજથી શરૂ કરવામાં આવશે.

જોય રાઇડનો આનંદ મફત: હેલિકોપ્ટર જોડાઇટની ફી જાહેર જનતા માટે 2100 સાથે ટેક્સ અલગથી રાખવામાં આવ્યો છે. ત્યારે આ જુલાઈમાં સામાન્ય નાગરિક માટે હેલિકોપ્ટર રાઇટનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેજસ્વી વિદ્યાર્થીઓને તક આપી આ દિશામાં પ્રથમ પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી હસ્તક આવેલ શાળાઓમાંથી ખૂબ સારું પ્રદર્શન કરેલ ઓઢવ શાળા નંબર 3, થલતેજ શાળા નંબર 1,ઘાટલોડિયા શાળા નંબર 2, સરસપુર શાળા નંબર 13, એલિસબ્રિજ શાળા નંબર 28 કુલ પાંચ વિદ્યાર્થીઓને 12 ઓગસ્ટના રોજ મફતમાં હેલિકોપ્ટર જોયરાઇડ આનંદ મફત આપવામાં આવશે.

  1. Ahmedabad News: હવે શાળામાં શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં, સ્કૂલમાં પ્રવેશતા સમયે આચાર્ય પાસે જમા કરાવવા આદેશ
  2. Ahmedabad Municipal Corporation: ધારાસભ્યની ના વપરાયેલ ગ્રાન્ટ AMCને મળશે, ત્રણ કરોડ જેટલી રકમ કોર્પોરેશનને પ્રાપ્ત
Last Updated : Aug 12, 2023, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details