રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ દરમિયાન પડી શકે છે ભારેથી મધ્યમ વરસાદ - moderate rain may fall during the next 5 days
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદનો કહેર યથાવત છે, ત્યારે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. રાજ્યમાં સરેરાશ 28 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો તો દક્ષિણ ગુજરાતમાં આ વખતે ઓછો વરસાદ પડ્યો છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આગામી 5 દિવસ દરમિયાન પડી શકે છે ભારેથી મધ્યમ વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘમહેર જોવા મળી રહી હતી. રાજ્ય પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થઇ જતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જો કે હવે વેલ માર્ક લૉ પ્રેશર પશ્ચિમ તરફ ફંટાતા રાજ્યમાં વરસાદનું જોર ઘટયું હોય તેવું જોવા મળી રહ્યું છે.