ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ભારે વરસાદ પડતા યુનિવર્સિટી BRTSના કોરીડોરમાં ભુવો પડ્યો - Heavy rains in Ahmedabad

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મોટી રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવાને બદલે શહેરમાં પડેલા ભુવાને પુરવામાં ખર્ચાઇ જાય છે. સ્માર્ટ સીટી અમદાવાદ, હેરિટેજ સીટી અમદાવાદની પોલ સામાન્ય એવા વરસાદમાં ખુલી જાય છે. કેમકે દર વર્ષે મ્યુનિસિપલ તંત્ર રોડ રસ્તા પાછળ કરોડોનો ખર્ચ કરે છે પણ વરસાદમાં અમદાવાદના રોડ રસ્તાની હાલત બિસ્માર થઇ જાય છે.

અમદાવાદમાં ભારે વરસાદ પડતાયુનિવર્સીટી બીઆરટીએસના કોરીડોરમાં ભુવો પડ્યો
અમદાવાદમાં ભારે વરસાદ પડતાયુનિવર્સીટી બીઆરટીએસના કોરીડોરમાં ભુવો પડ્યો

By

Published : Jul 26, 2020, 10:54 PM IST

અમદાવાદ: શહેરમાં વરસાદ પડવાને કારણે યુનિવર્સીટી બીઆરટીએસના કોરીડોરમાં ભુવો પડ્યો હતો. જેના કારણે બીઆરટીએસ ટ્રેકને બંધ કરી દેવામાં આવ્યો છે. અને હાલમાં માત્ર માટીના કાચા માલ વડે ભુવાને અડધો પૂરવામાં આવ્યો છે.

અમદાવાદમાં ભારે વરસાદ પડતાયુનિવર્સીટી બીઆરટીએસના કોરીડોરમાં ભુવો પડ્યો
મોટા સ્માર્ટ સીટી ગણાતા અમદાવાદમાં પડેલા મોટા મોટા ખાડા જાણે તંત્રની પોલ ખોલી રહ્યા છે. અહીં રસ્તા એવા થઇ ગયા છે કે, લોકોના વાહનોના હાલત કફોડી બની છે. સામાન્ય વિસ્તારોની આવી હાલત છે. તો વધારે વરસાદ આવશે ત્યારે આ રસ્તા પર અકસ્માતની ઘટના બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details