અમદાવાદઃ અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના શાસ્ત્રીનગર, એસજી રોડ, નારણપુરા અને પાલડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી, અખબારનગર અંડરપાસ કરાયો બંધ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે-સાથે આજે સોમવારે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે શહેરીજનોને બફારામાંથી મુક્તિ મળી હતી. ધોધમાર વરસાદ પડતા કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયા હતા, ત્યારે બે થી અઢી ફૂટ જેટલું પાણી ભરાતા અખબાર નગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આજે સોમવારે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર સુધી ભારે ઉકળાટ રહ્યાં બાદ 3 વાગ્યાની આસપાસ વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરીજનોને બફારામાંથી રાહત મળી હતી.
શાહીબાગ સિવાય જુહાપુરા, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, બોપલ, વટવા, જશોદાનગર, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં મન મૂકીને મેહુલો વરસ્યો હતો.
અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. પવન અને વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે બેથી અઢી ફૂટ જેટલું અખબાર નગર અંડરપાસ પાસે પાણી ભરાવાથી બંધ કરવાની ફરજ પડી હતી, ત્યારે પરિમલ અન્ડરપાસ અને નિર્ણયનગર અન્ડરપાસ ચાલુ છે.