ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી, સરખેજમાં 1 ઈંચ વરસાદ

અમદવાદઃ શહેરમાં સોમવાર સવારથી વાદળછાયા વાતાવરણને પગલે ઠંડકનો માહોલ છે. ગોતા, એસજી હાઈવે, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સવારે ઝરમર વરસાદ બાદ બપોરે પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

Ahmedabad

By

Published : Sep 30, 2019, 10:14 PM IST

Updated : Oct 1, 2019, 7:17 AM IST

શહેરમાં સવારથી બપોર સુધી સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે તો સરખેજમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. હાલ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 136.66 ટકા વરસાદ નોંધાયો છે. ડિપ્રેશન સર્જાતા હજુ 48 કલાક અતિશય ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવદામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયીના ઘટના

અમદાવાદમાં 20થી 30 કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને ઝાડ ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડ્સમાં પણ મંડપ ખૂલી ગયા છે. જેને કારણે આયોજકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે જીએમડીસી ગ્રાઉન્ડના ગરબા પણ રદ કરવામાં આવ્યા છે.

ભારે પવનને કારણે શહેરમાં 50થી વધુ જગ્યાએ ઝાડ, હોર્ડિંગ્સ તથા દીવાલ પડવાની ઘટનાઓ બની છે. જેને લઇને અમદાવાદ ફાયરબ્રિગેડને 2 કલાકમાં 50થી વધુ કોલ મળ્યા છે અને હજી સતત કોલ મળી રહ્યા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા છે.

Last Updated : Oct 1, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details