દર વર્ષે GMDC મેદાનમાં ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. સ્પોન્સર લાખો રૂપિયાનું રોકણ કરે છે, પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાતાં રોકાણકર્તાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તો આ દ્રશ્યો જોઈને ખેલૈયાઓના ઉત્સાહમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ'ને વરસાદનું ગ્રહણ, GMDC મેદાન પાણીમાં ગરકાવ નવરાત્રીને કેન્દ્રમાં રાખીને આ મેદાનમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી લાઈટીંગથી લઈને સ્ટેજને સજાવવા સહિતની અનેક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ અચનાનક વરસેલાં વરસાદે તમામ તૈયારીઓ પર પાણી ફેરવી નાંખ્યું છે. તમામ લાઈટીંગમાં બગડી ગઈ છે, વાયરીંગ તેની અસર થતી હોવાથી તમામ કામગીરીને અટકાવી દેવામાં આવી છે.
આમ, અમદાવાદ શહેરમાં નોંધાયેલાં 1.75 ઈંચ વરસાદ કારણે નવરાત્રીની મોજમાં ભંગ પડતો જોવા મળી રહ્યો છે. છતાં ખેલૈયાઓનો ઉત્સાહ જોઆને રોકાણકર્તાઓ મેદાન નવરાત્રીની રંગત જમાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દૂધેશ્વરમાં 2.5 ઇંચ, મેમ્કોમાં 2 ઇંચ, બોડકદેવમાં 1.80 ઇંચ, રાણીપમાં 1.5 ઇંચ, ઉસ્માનપુરામાં 1.5 ઇંચ, ચાંદખેડામાં 1.5 ઇંચ, ગોતામાં 1.4 ઇંચ, વટવામાં 1.4 ઇંચ, નરોડામાં 1 ઇંચ, પાલડીમાં 1 ઇંચ, દાણાપીઠમાં 0.75 ઇંચ, મણિનગરમાં 0.75 ઇંચ, વિરાટ નગરમાં 0.7 ઇંચ, ઓઢવમાં 0.5 ઇંચ, સમગ્ર શહેરમાં કુલ 1.75 ઇંચ વરસાદ નોંધાયો છે.