ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી 48 કલાકમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી - Gujrat

અમદાવાદ: ગરમીના તાપ સહન કર્યા બાદ ગુજરાતમાં વર્ષાની હેલી વરસી રહી છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી ૪૮ કલાકમાં પણ સામાન્યથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

By

Published : Jun 27, 2019, 2:44 AM IST

ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ છુટાછવાયા વરસાદને કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ઓછો વરસાદ પડવાને કારણે લોકોને અકળામણનો પણ અનુભવ થયો હતો. આગામી ૪૮ કલાકની અંદર અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

છોટા ઉદેપુર, આણંદ, ખેડા, બરોડા, નવસારી, વલસાડ, સુરત, દમણ, ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી આ શહેરોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો ઘટ્યો છે અને લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે આગામી દિવસોમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે.

ABOUT THE AUTHOR

...view details