ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવાના કારણે આગામી પાંચ દિવસોમાં ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, 4 દિવસ ભારે વરસાદની આગાહી - હવામાન વિભાગ
અમદાવાદ: રાજ્યભરમાં અત્યાર સુધીમાં 95 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સારા વરસાદને કારણે જળાશયો નદી-નાળા છલોછલ થયા છે. ત્યારે થોડા સમયના વિરામ બાદ ફરી આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
rain
ઉત્તર ગુજરાતમાં 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે. સાથે સાથે અમદાવાદ ગાંધીનગર આણંદ અને મહેસાણામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરે કચ્છ, રાજકોટ, ભાવનગર , સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ચોમાસાની સિઝનના હજુ પણ ત્રીસ દિવસો બાકી છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં 95 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે.
Last Updated : Sep 2, 2019, 8:57 AM IST