ગુજરાત

gujarat

ETV Bharat / state

13 જૂને વેરાવળથી દીવ તરફ ત્રાટકશે વાયુ, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર થવાને કારણે ગુજરાત પર ફરી એકવાર સાયકલોનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 તારીખે ગુજરાતના વેરાવળમાં વાયુ ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. હાલ વાયુ વાવાઝોડુ વેરાવળથી 650 કિલો મીટર દૂર છે.

By

Published : Jun 11, 2019, 3:26 PM IST

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુની સૌથી વધુ અસર જોવા મળશે જ્યારે પોરબંદર, દ્વારકા, દિવ, જામનગર, વેરાવળમાં ભારે વરસાદ પડશે. 13 જૂને વહેલી સવારે વેરાવળથી દીવ તરફ વાયુ વાવાઝોડું ત્રાટકશે. તેજ ગતિથી વાયુ આગળ વધી રહ્યું છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં પણ વાયુની અસર જોવા મળશે.

વાયુ વાવાઝોડા અટકવાને કારણે વરસાદ પાછો ઠેલાશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે, 13 જૂનના રોજ વાયુ ગુજરાતમાં પ્રવેશશે અને તેની અસરે વરસાદ પર પણ નોંધાશે.

ABOUT THE AUTHOR

...view details