- રાજ્યમાં વારંવાર બનતી આગની ઘટના સામે હાઇકોર્ટના રાજ્ય સરકારને સવાલ
- ફાયર સિસ્ટમ અને મંજૂરી વગર શા માટે આપવામાં આવે છે બી.યુ.પરમિશન?
- અમદાવાદમાં 99 જગ્યાઓ ખાલી છે તેની ભરતી ક્યારે થશે?
- હાઇકોર્ટ દ્વારા બીજા જિલ્લાની ફાયર વિભાગની ભરતી મામલે પણ સરકાર પાસે માંગ્યા જવાબ
અમદાવાદઃ રાજ્યમાં આગ લાગવાની ઘટના વારંવાર બની રહી છે ત્યારે ફાયર વિભાગ તેમાં સારી કામગીરી કરતું હોય છે. આગ લાગે ત્યારે પહેલો ફોન ફાયર વિભાગ ને કરવામાં આવે છે પરંતુ અમદાવાદ માં ફાયર વિભાગ પાસે પૂરતો અધિકારગણ પણ નથી. નવી ભરતીની કામગીરી ચાલુ છે ત્યારે રાજ્યમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજદારે ફરિયાદ કરી હતી અને સરકાર અને એ.એમ.સી.ના જવાબને પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારે હાઇકોર્ટે દ્વારા પણ રાજ્ય સરકારને આ અંગે સવાલો કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેશનોમાં ફાયર વિભાગમાં જગ્યાઓ ખાલી હોવાથી રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને રાજ્ય સરકારને આકરા શબ્દોમા પૂછ્યું છે કે, ફાયરમેનની ખાલી જગ્યા માટે શું કામગીરી ચાલી રહી છે?
ફાયરમેનની ભરતી મામલે કોર્ટે કર્યો સવાલ
રાજ્યમાં ફાયર સેફટીની યોગ્ય અમલ થાય તે મામલે હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવી મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. આ મામલે એડવોકેટ જનરલે કહ્યું કે, આ ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂક અપાઈ છે. અને જ્યાં જ્યાં ત્રુટીઓ હતી એ દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફ માટેની નિમણૂક માટે જાહેરાત કરી દેવામાં આવેલ છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં પણ ફાયર સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ પર 15 દિવસમાં નિમણૂક થઈ જશે તેમ કહ્યું હતું. વધુમાં હાઇકોર્ટે એવું પણ પૂછ્યું હતું કે, અમદાવાદમાં ફાયરમેનની 99 જગ્યાઓ ખાલી છે એના માટે શું કરી રહ્યા છો? ત્યારે એડવોકેટ જનરલે કહ્યું કે, આ ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂક અપાઈ છે.
બી.યુ. પરમિશન પર કોર્ટે કર્યો સવાલ