ગુજરાતના ધારાસભ્ય લાખો, કરોડોની આવક ધરાવતા હોવા છતાં સરકારી લાભ લેવાનું ભૂલતા નથી. હમણા જ એક RTIમાં ખુલાસો થયો હતો કે, લાખો રૂપિયાની આવક મેળવતા ધારાસભ્યોએ પણ સરકાર પાસેથી 5થી 10 લાખનું મેડિકલ બિલ મેળવ્યું હતું. એક તરફ લોકોને મેડિકલ સુવિધા મળતી નથી તો બીજી તરફ સરકારના પ્રતિનિધિ સરકારી મેડિકલ બીલના નામે કમાણી કરી રહ્યા છે.
ધારાસભ્યો સરકારમાં મેડિકલ બિલ ન મૂકે, કરોડપતિ હોવા છતા બિલ મૂકે એ સારું નહીં: નીતિન પટેલ - parth jani
અમદાવાદ: વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની ચર્ચા દરમિયાન નીતિન પટેલે તમામ ધારાસભ્યને કહ્યું કે, મારી પાસે ધારાસભ્યના મેડિકલ બિલ આવે છે. કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય મેડિકલ બિલ મોકલે છે, ફેક્ટરી અને હોટલ ધરાવતા ધારાસભ્ય મેડિકલ બિલ મેળવે છે. માસિક લાખ રૂપિયા પગાર ધરાવતા ધારાસભ્ય પણ મેડિકલ બિલ લે છે. નીતિનભાઈએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, હું ક્યારેય મેડિકલ બિલ લેતો નથી. કરોડો અને લાખોની આવક ધરાવતા ધારાસભ્યોએ પણ મેડિકલ બિલ ન લેવું કોઈએ.
અમદાવાદ
નીતિનભાઈએ આડકતરી રીતે ધારાસભ્યોને સરકારી મેડિકલ બિલનો ગેરફાયદો ઉઠાવતા રોકવાનું પ્રયત્ન કર્યો હતો. જ્યારે કોંગ્રેસના સભ્ય નીતિન પટેલને સવાલ કર્યા હતા કે, નીતિનભાઈ તમે સરકારી દવા લો છો કે ખાનગી હોસ્પિટલમાંથી..? ત્યારે તે બાબતે નીતિન પટેલે જવાબ આપ્યો હતો કે, સરકાર એક લાખ રૂપિયા જેટલો પગાર આપે છે તો હું ખાનગી હોસ્પિટલમાં જ સારવાર કરાવું છું. પરંતુ મેં અત્યાર સુધી સરકારમાં એક પણ મેડિકલ બિલ પાસ કરાવ્યા નથી.