ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્પીકરના નિર્ણય પહેલા હાઈકોર્ટે હસ્તકક્ષેપ કરવાનું ઈન્કાર કરતા કોગ્રેસે અલ્પેશ અને ધવલસિંહ ઝાલા સામેની અરજી પરત ખેંચી - અરજી પરત ખેંચી

અમદાવાદ: રાજ્યસભાની બે બેઠક માટે ગુજરાત વિધાનસભામાં થયેલી ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસે વ્હીપ ઈશ્યુ કર્યું છે. પક્ષ વિરોધી મતદાન કરી પાર્ટીમાંથી રાજીનામા આપવાના કેસમાં બંનેને ગેરલાયક ઠારવવાની માગ સાથેની રિટ મુદ્દે સોમવારે જસ્ટીસ એસ.બ્રહ્મભટ્ટ અને વી.પી.પટેલની ખંડપીઠ સમક્ષ સુનાવણીમાં એડવોકેટ જનરલે વિધાનસભાના સ્પીકરને આ મુદ્દે નિર્ણય લેવાનો સમય હાલ બાકી હોવાની રજૂઆત કરતા કોંગ્રેસ તરફે અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

file photo

By

Published : Sep 30, 2019, 7:53 PM IST

વિધાનસભાના સ્પીકર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના રાજીનામા અને ગેરલાયક ઠારવવા મુદ્દે કોંગ્રેસ તરફે કરાયેલી લેખિત રજુઆત વિશે સ્પીકર 4 મહિનામાં નિર્ણય લેશે. કમલ ત્રિવેદીની દલીલ હતી કે, અગામી 2જી નવેમ્બર સુધીમાં સ્પીકર આ મુદ્દે પોતાનો નિર્ણય લેશે. સ્પીકરના નિર્ણય પહેલા હાઈકોર્ટ હસ્તક્ષેપ ન કરવાનું વલણ દાખવતા કોગ્રેસ તરફે બંને વિરૂધની અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

સ્પીકરના નિર્ણય પહેલાં હાઈકોર્ટે હસ્તકક્ષેપ કરવાનું ઈન્કાર કરતા કોગ્રેસે અલ્પેશ અને ધવલસિંહ ઝાલા સામેની અરજી પરત ખેંચી

આ મુદ્દે અલ્પેશ ઠાકોરના વકીલ જલ ઉનવાલાએ દલીલ કરી હતી કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તેનો સ્વીકાર કરાયો છે. હાઈકોર્ટ બંધારણની કલમ 226 હેઠળ તેમાં હસ્તકક્ષેપ કરી શકે નહીં. બંનેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાથી તેમને ગેરલાયક ઠારવી શકાય નહીં તેવી પણ રજૂઆત કરી હતી. એડવોકટ જનરલે કહ્યું કે, સ્પીકરે બંનેના રાજીનામા અને ગેરલાયક ઠારવા મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. બંધારણમાં એવી કોઈ કલમ કે જોગવાઈ નથી કે જેમાં કોઈએ રાજીનામું આપ્યા બાદ પણ તેને ગેરલાયક ઠેરવી શકાય .

રાજ્યસભા માટે ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષ વિરૂધ કરેલા મતદાન મુદ્દે દાખલ કરાયેલી પીટીશનમાં મુખ્યત્વે બે માગ હતી. જેમાં અલ્પેશ અને ધવલસિહં ઝાલાને ગેરલાયક ઠારવવાની લેખિત રજૂઆત કરી હોવા છતાં ધારાસભ્ય તરીકે ગેરલાયક ન ઠેરવાતા પક્ષ વિરૂધ મતદાનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને બંને ધારાસભ્યોને વ્હીપ જારી કર્યું હોવા છતાં ક્રોસ વોટિંગ કરતા તેમની વિરૂધ પક્ષાતરધારા હેઠળ કાર્યવાહીની માગ કરી હતી.

વિધાનસભામાં કોંગ્રેસના દંડત અશ્લિન કોટવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ગેરલાયક ઠેરવી તેમના દ્વારા રાજ્યભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા મતદાનને રદ્દ કરવામાં આવે એવી દાદ માગવામાં આવી હતી. અરજદારે બંધારણના દસમાં અનુચ્છેદને ધ્યાનમાં રાખીને પગલા લેવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે અગાઉ હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠારવા રિટ દાખલ કરી હતી. જોકે કોર્ટે વિધાનસભાના સ્પીકરને આદેશ કરવાની સતા ન હોવાનું તારણ આપી કેસનો નિકાલ કર્યો હતો. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને ભવ્ય વિજય મેળવતા તેમની બે બેઠક ગુજરાતમાં ખાલી પડી હતી. જેના ભાગરૂપે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. રાજીનામાં પહેલા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ તરફે રાધનપુર અને ધવલસિંહ ઝાલા બાયડથી ધારાસભ્ય હતા.

ABOUT THE AUTHOR

...view details