ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને GPSCના ચેરમેન સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કરી નોટિસ ઇશ્યુ - Pankaj Kumar HC Notice

ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર (HC Notice Against Pankaj Kumar) અને ગુજરાત જાહેર સેવા આયોગના તત્કાલીન ચેરમેન દિનેશ દાસા સામે ગુજરાત હાઇકોર્ટે (HC Notice Against Dinesh Dasa) નોટિસ ઇશ્યુ કરી છે. જાણો શુ હતો મામલો..!

હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને GPSCના ચેરમેન સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કરી નોટિસ ઇશ્યુ
હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને GPSCના ચેરમેન સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કરી નોટિસ ઇશ્યુ

By

Published : Mar 10, 2022, 10:03 AM IST

અમદાવાદ : ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર (HC Notice Against Pankaj Kumar) અને ગુજરાત જાહેર સેવા આયોગના તત્કાલીન ચેરમેન દિનેશ દાસા સામે ગુજરાત હાઈકોર્ટ નોટિસ ઇશ્યુ કરી છે. ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોવા છતાં તેનું પાલન ન કરવામાં આવતા (HC Notice Against Dinesh Dasa) નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.

હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને GPSCના ચેરમેન સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કરી નોટિસ ઇશ્યુ

ગુજરાત હાઇકોર્ટમાં અરજીનું કારણ

ઉપરાંત વર્ગ-1 ની ભરતીમાં અરજદારે પસંદ કરેલા વિકલ્પ પ્રમાણે પોસ્ટિંગ ન કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે અરજદારની તરફેણમાં હુકમ કરતા તેને પસંદ કરેલ DYSPનું પોસ્ટિંગ આપવા રાજ્ય સરકાર અને GPSCને નિર્દેશ આપ્યા હતા. જોકે આ આદેશનું પાલન ન કરવામાં આવતા હાઈકોર્ટ નોટિસ ઇશ્યુ કરી છે.

આ પણ વાંચો :Notice to Raksha Shakti University: રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઇકોર્ટના આદેશનું પાલન ન કરતા નોટિસ

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2018માં ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ-1 અને 2ની ભરતી માટેની (Gujarat Public Service Commission Recruitment) જાહેરાત બહાર પડી હતી. જેમાં અરજદારે મહિલા ST કેટેગરીમાં પરિક્ષા માટે ફોર્મ ભર્યું હતું. જેમાં ઉમેદવારોને પોસ્ટિંગ આપવાની વાત આવે ત્યારે અરજદાર સક્ષમ અને દાવેદાર ઉમેદવાર હોવા છતાં, તેને પસંદ કરેલા Dyspની જગ્યાએ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સ વિભાગ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃEllis Bridge Police Station: કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો કારણ

હાઇકોર્ટ આદેશ બાદ ચુકાદાની નકલ GPSC તેમજ રાજ્ય સરકારને મોકલી

અરજદારના વકીલ, ચેતન પંડ્યાએ જણાવ્યું હતું કે, જ્યારે અન્ય એક ઉમેદવારને અરજદારે પસંદ કરેલા વિકલ્પ પર પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું હતું. જેને લઇને અરજદારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાની સાથે થયેલા અન્યાયને લઈ અરજી કરી હતી. જે મામલે 2 ઓગસ્ટ 2021 ના રોજ ગુજરાત હાઇકોર્ટે અરજદારની તરફેણમાં હુકમ કરતા રાજ્ય સરકાર અને GPSC અરજદાર મહિલાને Dysp તરીકે પોસ્ટિંગ આપવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટ આદેશ બાદ ચુકાદાની નકલ GPSC તેમજ રાજ્ય સરકારને મોકલી. પરંતુ તેમ છતાં કોઈ નિકાલ નહિ આવતા અરજદારે રાજ્ય સરકાર અને GPSC સામે (Application Against GPSC) અરજી દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details